- નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું
- અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી
- અમરેલીમાં 15 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી અને અમરેલીમાં 15 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન છે. તથા ભાવનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે.
સુરતમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે
સુરતમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ સહિત રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે તાપમાનનો પારો ગગડતા ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઠંડીનો ચમકારો યથાવ્ત જોવા મળ્યો છે. રવિવારથી જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના કુલ 14 શહેરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં સૌથી ઓછી માત્ર 11 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં રહ્યું છે. નલિયામાં છેલ્લે છેલ્લે ગાત્રો થિજવતી ઠંડીનો રાઉન્ડ અનુભવાતા લોકો ઠુંઠવાયાં છે. અમદાવાદ શહેરમાં 15 ડિગ્રી તાપમાન નોધાયુ છે, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી નીચું નોંધાયુ છે.
લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઘટતાં ઠંડીનો ચમકારો
હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ, અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સિવાય ડિસામાં 13, ગાંધીનગરમાં 14, વડોદરામાં 15, દમણમાં 13.6 ડિગ્રી, ભુજમાં 12.8 ડિગ્રી, નલિયામાં 11 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 11.4 ડિગ્રી, પોરબંદરમાં 13 ડિગ્રી, રાજકોટમાં 13.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.6 ડિગ્રીસ, મહુવામાં 11.5 અને કેશોદમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત જેવો માહોલ બની ગયો હતો. પરંતુ હાલમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઘટતાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે.


