- રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ દેશમાં નવા યુગની સ્થાપના
- ઐતિહાસિક ઘડીમાં નવો અધ્યાય ઉમેરશે રામ મંદિર
- રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ ફરી રામરાજ્યની સાક્ષી બનશે
અયોધ્યાનું રામ મંદિર ભગવાન રામમાં ભારતની શ્રદ્ધા-વિશ્વાસ-સંકલ્પ અને ભક્તિ કેરો સંગમ એટલે અવધ. ભક્તો હમેશા મંદિર નિર્માણ માટે પોતાની શક્તિ એવી ભક્તિ સાથે બલિદાનો આપ્યા છે. લોકોએ પોતાના આખું જીવન આ સંઘર્ષ પાછળ ખર્ચી નાંખ્યા છે. ત્યારે હવે સમય છે આ ઐતિહાસિક ઘડીમાં નવો અધ્યાય ઉમેરવાનો, તેવામાં હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ દેશ એક નવા યુગની સ્થાપના કરી લીધી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ અયોધ્યામાં ફરી રામરાજ્યની સાક્ષી બનશે.
દેશના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યું છે રામ મંદિર
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે દેશના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. આ એવો અવસર છે, જ્યારે અનેક સાધુ સંતો, નેતાઓ અને સામાન્ય લોકોના સંકલ્પ અને પ્રતિજ્ઞા પૂરા થયા છે. દેશમાં એક નવી ધાર્મિક ચેતનાનો સંચાર થયો છે. રામ રાજ્યના આરંભની વાત પણ થઈ રહી છે. રામ મંદિર નિર્માણ માટેના સંકલ્પની જો વાત કરવામાં આવે તો, અનેક સાધું-સંતો ભગવાન રામમાંથી પ્રેરણા લઈને માનવકલ્યાણ અર્થે સેવાઓ આપી રહ્યા અને લોકોને સાચા માર્ગે વાળી રહ્યા છે.
500 વર્ષ સુધી રાહ જોયા બાદ આખરે રઘુનંદન અયોધ્યા પદ્યાર્યા
તેવામાં હવે ઉત્તર પ્રદેશની ધાર્મિક નગર અયોધ્યા સંપૂર્ણ બદલાવાની છે. લગભગ 500 વર્ષ સુધી રાહ જોયા બાદ પ્રભુ શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ ગણતરીની ઘડીઓ ગણાય રહી છે. હિન્દુ વિધિ-વિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલા મંદિરમાં બિરાજમાન થશે. ત્યાં પૂજા-વિધિ સહિતના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. તેઓ ત્યાં લગભગ પોણા પાંચ કલાક સુધી રોકાવાના છે. તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં લગભગ 50 મિનિટ રહેશે. સેનાના હેલિકોપ્ટરથી પ્રાણપ્રતિષ્ઠામાં પુષ્પવર્ષા કરવાની પણ તૈયારી છે. વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમ મુજબ તેઓ સોમવારે સવારે 10:20 કલાકે અયોધ્યા એરપોર્ટ પર પહોંચશે.
દેવી દીન પાંડેના પરિવારને આમંત્રણ મળ્યું
હવે જ્યારે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થવાના છે ત્યારે સંઘર્ષમાં સામેલ લોકોના પરિવારજનોને પણ આમંત્રણો મોકલવામાં આવી રહ્યા છે. તેમાંથી એક દેવી દીન પાંડે છે, જેમણે બાબરના 700 સૈનિકોને મારીને શહીદી મેળવી હતી. જ્યારે પાંડેના પરિવારને આમંત્રણ મળ્યું ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો. ચાલો તમને દેવી દીન પાંડેના સંઘર્ષ વિશે જણાવીએ.
બાબર સાથે યુદ્ધ લડ્યું
ઇતિહાસ પર નજર કરીએ તો વિદેશી આક્રમણખોર બાબરે 1527-28માં અયોધ્યા પર હુમલો કર્યો હતો. ત્યારે અયોધ્યા નગરીને બચાવવા ચારે બાજુથી રામ ભક્તો એક થયા. પંડિત દેવી દીન પાંડેએ બાબરના સૈનિકોનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો. તેથી જ અયોધ્યામાં દેવી દીન પાંડેને શહીદ કહેવામાં આવે છે. તેણે બાબરની સેનાને અહેસાસ કરાવ્યો હતો કે રામ ભક્તમાં કેટલી શક્તિ છે.
બાબરના 700 સૈનિકો માર્યા ગયા
જ્યારે બાબરે અયોધ્યા પર હુમલો કર્યો ત્યારે દેવી દીન પાંડેએ યુદ્ધની યોજના તૈયાર કરી હતી. અયોધ્યાથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા સાનેથુ ગામના પંડિત દેવી દીન પાંડેએ નજીકના ગામડાઓમાંથી લોકોને ભેગા કર્યા અને બાબરની સેના સામે લડ્યા. સાત દિવસ સુધી યુદ્ધ ચાલ્યું જેમાં દેવી દીન પાંડેએ 700 સૈનિકોને માર્યા અને તે પછી તેઓ પોતે શહીદ થયા.
ગામમાં ઉત્સવનો માહોલ
અયોધ્યા કે રામ મંદિર સાથે જોડાયેલા લોકો દેવી દીન પાંડેની શહાદતને ભૂલી શક્યા નથી. પ્રાણ પ્રતિષ્ઠાની જાહેરાત બાદ, જ્યારે શહીદ દેવી દીન પાંડેની સાતમી પેઢીના વંશજ દુર્ગા પ્રસાદ પાંડેને આ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું, ત્યારે તેમની અને તેમના પરિવારની ખુશીની કોઈ સીમા ન રહી. પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળતાં સમગ્ર ગામમાં ઉજવણીનો માહોલ છે. અખંડ પાઠ થઈ રહ્યા છે, દિવાળી પહેલા દિવાળી ઉજવાઈ રહી છે.


