- ચાલુ વર્ષે કુલ ડોનેશનમાંથી 50 ટકા હિસ્સો કોલકાતાની એક કંપનીનો જ છે
- કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં ભાજપ સામે હારનો સામનો કરવો પડયો છે
- ભાજપને નાણાકીય વર્ષ 2022માં રૂ. 614 કરોડનું ડોનેશન મળ્યું હતું
કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં ભાજપ સામે હારનો સામનો કરવો પડયો છે. આ પ્રકારની હારની અસર પક્ષના ભંડોળ પર પણ પડતી હોય છે. ચૂંટણી ફંડ પાસે ઉપલબ્ધ આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં કોંગ્રેસને મળેલા ડોનેશનમાં 17 ટકાનો તિવ્ર ઘટાડો નોંધાયો હતો. 2023માં કોંગ્રેસને ઇલેક્ટોરલ બોન્ડ ઉપરાંત રૂ. 79.8 કરોડનો ફાલો મળ્યો હતો. જો કે તેમાં મહત્વની બાબત એ છે કે તેમાંથી અડધો હિસ્સો તો કોલકાતાની એક સ્ટીલ કંપનીએ જ આપ્યો છે, જેનું નામ એમકેજે એન્ટરપ્રાઈઝીઝ છે. આ કંપની કોલકાતા સ્ટોક એક્સ્ચેન્જ પર લિસ્ટેડ છે; તેણે પાંચ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફત 45 કરોડ રૂપિયાનો ફાળો કોંગ્રેસને આપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે એક વર્ષમાં કોંગ્રેસને રૂ. 95.45 કરોડનો ફાલો મળ્યો છે. બીજી તરફ ભાજપને નોન ઇલેક્ટોરલ બોન્ડ ડોનેશન રૂ. 719.85 કરોડ મળ્યું છે. 2022થી 2023ની વચ્ચે ભાજપના ફાળામાં 17 ટકાનો વધારો થયો છે અને તે કોંગ્રેસને મળેલા ફાળાની સરખામણીએ નવ ગણો વધારે છે. ભાજપને નાણાકીય વર્ષ 2022માં રૂ. 614 કરોડનું ડોનેશન મળ્યું હતું.


