- રાજેશ ગોહિલને ગુજરાત OBC વિભાગના અધ્યક્ષ
- અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ પદે અમરીશ સોલંકી
- પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગેમર રબારી
ગુજરાત કોંગ્રેસના 13 જિલ્લા/શહેર પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજેશ ગોહિલને ગુજરાત OBC વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી ગઇ છે. તેથી કોંગ્રેસે 13 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી છે.
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અમરીશ સોલંકીને જવાબદારી
ગુજરાત કોંગ્રેસના જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે મનોજ કથીરીયા તેમજ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે મનોજ જોશી તથા સુરેન્દ્રનગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે નૌષાદ સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે કિશોર ચીખલીયા તેમજ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હસમુખ ચૌધરી તથા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અશોક પટેલ તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ રાણા અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે અમરીશ સોલંકીને જવાબદારી આપવામા આવી છે.

પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગેમર રબારી
મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગુલાબસિંહ ચૌહાણ તથા પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ગેમર રબારી અને ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વ્યાસ સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદે ધનસુખ રાજપુત અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે અતુલ રાજાણીને જવાબદારી આપી કાર્ય કરવા જણાવ્યું છે.


