- આવતીકાલે ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે થશે બેઠક
- ખેડૂતો અને સંગઠનોએ એક થઈને કરી રહયાં છે વિરોધ
- ખેડૂતોના આંદોલનનો આજે 5મો દિવસ
યુનાઇટેડ કિસાન મોરચાએ કહ્યું છે, કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનશે.દરમિયાન હરિયાણાના ખેડૂતોએ આજે ટ્રેક્ટર યાત્રા કાઢવાની જાહેરાત કરી છે.પંજાબ-હરિયાણા બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોના ઈરાદા બદલાતા નથી. ખેડૂતોના આંદોલનનો આજે પાંચમો દિવસ.હવે આવતીકાલે ફરી એકવાર ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત થશે. જેમાં સરકારને આશા છે, કે વાતચીત દ્વારા ચોક્કસ ઉકેલ આવશે.ખેડૂતોએ આવતીકાલે યોજાનારી બેઠક સુધી દિલ્હી તરફની તેમની કૂચ અટકાવી દીધી છે. તે જ સમયે, આજે હરિયાણાના ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કરશે અને ચંદીગઢમાં ભાજપના મોટા નેતાઓના ઘરનો ઘેરાવો થવાની પણ શકયતા છે,
શંભુ બોર્ડર પર હંગામો ચાલુ
આંદોલનના ચોથા દિવસે પંજાબ-હરિયાણાના શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાના તેમના આગ્રહ પર અડગ જોવા મળ્યા હતા. ગઈકાલે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. આ ભારત બંધનું એલાન યુનાઇટેડ કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબના ખેડૂતો સહિત અનેક શહેરોમાં તેની છૂટાછવાયા અસર જોવા મળી હતી. MSPની ગેરંટી સહિતની 13 માંગણીઓ પર ખેડૂતો હજુ પણ અડગ છે. શંભુ બોર્ડર પર ચોથા દિવસે પણ ખેડૂતોનો હોબાળો ચાલુ રહ્યો હતો. ઘણી વખત પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)નું મૃત્યુ
પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને શંભુ બોર્ડર પર તૈનાત હરિયાણા પોલીસના એક સબ ઈન્સ્પેક્ટરનું મૃત્યુ થયું છે. પીડિત હીરા લાલ હરિયાણા રેલવે પોલીસ સાથે સંકળાયેલા હતા. અને ડયુટી દરમિયાન તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને અંબાલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને સારવાર દરમિયાન મોત થયુ.
ખેડૂતોનો આક્ષેપ
બીજી તરફ ખેડૂતોનો આક્ષેપ છે. કે હરિયાણા પોલીસ શંભુ બોર્ડર પર મોર્ટાર વડે હુમલો કરી રહી છે. જ્યારે હરિયાણા પોલીસે પોતે જ આવા વીડિયો જાહેર કર્યા છે, જેમાં ખેડૂતો હિંસા પર ઝૂકી રહ્યા છે.સંયુક્ત કિસાન મોરચાએ પણ કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાતચીત પર આકરા પ્રહારો કર્યા છે. સંગઠને કહ્યું કે, કેન્દ્ર સરકાર શંભુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો સાથે ‘ગુપ્ત વાતચીત’ માટે મંત્રીઓને મોકલી રહી છે.


