- જન્માષ્ટમીના પર્વ પર 5 દિવસનો લોકમેળો અવાડા ચોકના મેળાના મેદાનમાં યોજાય છે
- મેદાનમાં દબાણો અને ગંદકીનો પારાવાર ભરાવો
- તાલુકા ભરમાંથી મેદાન મોટું કરવા અથવા મેળાનું સ્થળ બદલવા માંગ પ્રબળ બની
ધંધુકા શહેરના અવાડા ચોકમાં લોકમેળાનું વિશાળ મેદાન આવેલું છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી સતત વધતા બાંધકામ અને દબાણો અને ગંદકી ના ઢગ વચ્ચે લોકમેળાનો વૈભવશાળી ઇતિહાસ નું સાક્ષી મેદાન હવે નાનકડા પ્લોટ માં પરિવર્તિત થઈ રહ્યું છે તાલુકા ભરના 50 ઉપરાંત ગામો તથા ધંધુકા શહેરના લોકો માટે આનંદ માટે નું સ્થળ અને હજારો લોકો ને 5 દિવસમાં રોજગારી ની તકો પૂરું પાડતા મેદાન ની કફેડી હાલત ચિંતા નો વિષય બન્યું છે
આ મુદ્દે તાલુકાભર ના લોકો દ્વારા તંત્ર લોકમેળા ના મેદાન મુદ્દે જાગૃત બને અથવા હજારો લોકો જ્યાં ભેગા થાય છે તે લોકમેળાનું મેદાન અન્યત્ર ખસેડે તેવી માંગ કરી રહ્યા છે.
ધંધુકા શહેર અને તાલુકા ભરમાંથી જન્માષ્ટમી પર્વ પર સાતમ થી લઈ અગિયારસ સુધીનો લોકમેળો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય છે. ગુજરાત ની પરંપરાગત લોક સંસ્કૃતિ નું પ્રતીક એવા લોક મેળા પર ધંધુકા માં જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે થોડા વર્ષો પહેલા અવાડા ચોક નું લોકમેળાનું મેદાન વિશાળ હતું. ચકડોળ, વિવિધ રાઈડ, ભાતીગળ છત્રીઓ, લાકડાના ચગડોળ ની સહુ કોઈ મોજ લેતા હતા વળી ખાણી પીણી, રમડકા, ઘરવપરાશ ની ચીઝ વસ્તુઓ નું વેચાણ કરી અનેક લોકો રોજગારી મેળવતા હતા. પરંતુ પાછલા કેટલાક વર્ષો થી લોક મેળાના આ મેદાન ની આજુબાજુ નવા બાંધકામો, દબાણો અને મેદાનમાં પશુઓ અને માનવો ના મળમૂત્ર સાથે પ્લાસ્ટિક ની થેલીઓ ના કચરા ના ઢગ ખડકાયેલા છે.5 દિવસના લોકમેળાનો આનંદ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો છે તંત્ર નો ઘોર બેદરકારીને કારણે હવે મેળાના આયોજનમાં તકલીફે પડી રહી છે અતિ ગીચતા વચ્ચે લોકો નો આનંદ ફ્કિો થઈ રહ્યો છે વળી જાહેર શોચાલયો પણ લગભગ બંધ જેવા છે. ત્યારે તાલુકાભર ના લોકો એ સરકાર ના સ્વાગત કાર્યક્રમમાં આ મુદ્દે રજુઆત કરવાની તૈયારી કરી છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે કાં તો મેદાન ની વાસ્તવિક વિશાળતા સ્થાપિત કરવામાં આવે અન્યથા મેળાનું મેદાન અન્યત્ર કોઈ વિશાળ જગ્યામાં ફેરવવામાં આવે,લોક સંસ્કૃતિની આગવી ઓળખ સમાન ધંધુકા ના 5 દિવસીય લોકમેળા ના મેદાન નેઅન્યત્ર વિશાળ જગ્યા માં ફેરવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.


