- ડિજિટલ સ્ક્રીનથી ડિસ્ટન્સ બનાવવું ખૂબ જ જરૂરી હોવાનો મત
- સંબંધોને મજબૂત કરવા તથા ટેન્શનને ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે
- લેપટોપની સ્ક્રીનથી નિયમિત સમયાંતરે ડિસ્ટન્સ ઊભું કરવા માટે ડિજિટલ ડિટોક્સ આંદોલન શરૂ કર્યું
અમેરિકામાં વસવાટ કરતાં જૈન સમુદાયે મોબાઇલ ફોન અને લેપટોપની સ્ક્રીનથી નિયમિત સમયાંતરે ડિસ્ટન્સ ઊભું કરવા માટે ડિજિટલ ડિટોક્સ આંદોલન શરૂ કર્યું છે. સમુદાયના કાર્યકર્તા અજય જૈન ભૂટોરિયાએ જણાવ્યું હતું કે આપણા સમાવેશી કલ્યાણ માટે ચોક્કસ સમયના અંતરાલ બાદ ડિજિટલ સ્ક્રીનથી ડિસ્ટન્સ બનાવવું ખૂબ જ જરૂરી છે. આ રીતે બચેલા સમયનો ઉપયોગ પરિવાર અને મિત્રોની સાથે સંબંધોને મજબૂત કરવા તથા ટેન્શનને ઘટાડવા વિગેરે કામો માટે કરી શકાય છે. તે જરૂરી છે કે ડિજિટલ સ્ક્રીનથી અંતર બનાવીને જીવનની સુંદરતાને ફરીથી જોવામાં આવે. ભૂટોરિયાએ જણાવ્યું હતું કે આજે ઝડપથી ચાલી રહેલાં વિશ્વમાં ડિજિટલ સ્ક્રીન આપણા જીવન પર સવાર થઈ ગયાં છે. ડિજિટલ સ્ક્રીનથી અંતર જાળવવું ખૂબ જ સકારાત્મક બાબત બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પગલું અણુવ્રત અનુશાસ્તા અને તેના નેતા આચાર્ય શ્રાી મહાશ્રામણના દૃષ્ટિકોણથી પ્રેરિત છે. નોંધનીય છે કે અણુવ્રત અનુશાસ્તા શબ્દ જૈન ફિલોસોફીમાંથી આવ્યો છે.
અણુવ્રત અનુશાસ્તા શબ્દ પાછળની ફિલોસોફી શું છે?
અણુવ્રત શબ્દ નાની નાની પ્રતિજ્ઞાઓ અથવા પ્રતિબદ્ધતાઓ માટે વાપરવામાં આવે છે જ્યારે અનુશાસ્તા એવી વ્યક્તિને સંદર્ભિત કરે છે કે જે આ પ્રતિજ્ઞાઓને લાગુ કરે છે અથવા તો તેને નિર્ધારિત કરે છે. જૈન ધર્મમાં અણુવ્રત અનુશાસ્તા એ છે કે જે લોકોને અણુવ્રત અપનાવવા માટે માર્ગદર્શન આપે છે. ભૂટોરિયા અને તેની ટીમ આગામી બે મહિનામાં ડિજિટલ ડિટોક્સ આંદોલન માટે સમર્થન માંગવા અમેરિકન સંસદ સભ્યોની સાથોસાથ નીતિ નિર્માતાઓ, એનજીઓ, શિક્ષણ શાસ્ત્રીઓ અને થિંક ટેન્કનો સંપર્ક કરવાની યોજના બનાવી રહ્યા છે.
આ વ્રતમાં સમસ્યાનું સમાધાન હોવાની દલીલ
ભૂટોરિયાએ જણાવ્યું હતું કે અમારી પાસે સમસ્યાનું સમાધાન છે અને તે અણુવ્રત અનુશાસ્તા છે. સરળ સમજૂતી કહીએ તો વ્યક્તિએ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના અથવા ઓનલાઇન રહેવાના નક્કી કરેલાં સમયમાંથી ચોક્કસ સમય માટે બ્રેક લેવો જોઈએ અને પરિવાર અમે મિત્રો સાથેના સંબંધોને વધારે મજબૂત કરવા આ સમય તેમના માટે ફાળવવો જોઈએ. સ્ટ્રેસ ઘડાટવો જોઈએ અને વધારે ઊંઘ લેવી જોઈએ. અણુવ્રત અનુશાસ્તા એક એવી ચળવળ છે કે જે ડિજિટલ આધારિતતામાંથી આપણા માટે થોડો સમય ફાળવી આપે છે અને ફોન કે લેપટોપની સ્ક્રીનની બહાર પણ જીવનની સુંદરતા છે તેનો અહેસાસ કરાવે છે.


