ડિલ કેન્સલ થયાનો આક્ષેપ : ડિરેકટર મીનાબેન ઠાકોરે વકીલ મારફત એરલાઇન્સ કંપનીને નોટીસ પાઠવી
રાજકોટના ઉપલેટા ખાતે આવેલી ઈમ્પોર્ટ એક્સપોર્ટની પેઢીના ડિરેક્ટરો મુંબઈ જવા માટે ટિકિટ સાથે અમદાવાદ એરપોર્ટે પહોંચ્યા હતા. હજુ ફ્લાઈટ ઉપાડવાને દોઢ કલાકનો સમય બાકી હતો છતાં આકાસા એરલાઇન્સના સ્ટાફે બોર્ડિંગ પાસ ન આપી ટિકિટ કેન્સલ કરી નાખતા અને તેના કારણે પેઢીની બિઝનેસ ડીલ પણ અટકી જતા ઈમ્પોર્ટ એક્સપોર્ટ પેઢીના ડિરેક્ટરોએ તેમના વકીલ મારફત આકાસા એરલાઇન્સને 25.42 લાખનું વળતર ચૂકવવા માટે નોટિસ ફટકારી છે. જો આ વળતર ચૂકવવામાં નહીં આવે તો આકાસા એરલાઇનસને ગ્રાહક તકરાર કોર્ટમાં ઢસડી જવામાં આવશે તેવું લેખિતમાં જણાવવામાં આવ્યું છે.
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ હોવાના કારણે રાજકોટ અને અમદાવાદથી ઉપડતી ફ્લાઇટોમાં વિક્ષેપ આવી રહ્યો છે. તો અમુક ફલાઈટો રદ કરવામાં આવતા હજારો મુસાફરો રજડી રહ્યા છે. ત્યારે આ એરલાઇન્સની મનમાનીથી મુંબઈ નહીં પહોંચનાર ઉપલેટાના શ્રીપદ ઈમ્પોર્ટ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરે લાખોની ડીલ ગુમાવી હતી સાથે આવક જાવક ફ્લાઇટની ટિકિટોના પૈસા પણ ગુમાવ્યા હતા. જેથી આ પેઢી દ્વારા વકીલ મારફત આકાશ એરલાઇન્સના મેનેજર તથા સીઈઓને વળતર અંગેની નોટિસ ફટકારી છે.
શ્રી પદ ઈમ્પોર્ટ એક્સપોર્ટ પેઢીના ડિરેક્ટર મીનાબેન જેઠાલાલ ઠાકોરે નોટિસમાં જણાવ્યું છે કે તેમણે ગત.તા.3/7 ના રોજ મુંબઈ જવા માટે સુપર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના એજન્ટ મારફત તા.8/7ની અમદાવાદ થી મુંબઈની તેમની અને જયદેવ પ્રકાશભાઈ ઠાકોરના નામની QP-1524 નંબરની ફ્લાયટ કે જે 06:40 થી 7:55 ની હતી તેની ટિકિટ બુક કરાવી હતી. તેવી જ રીતે તારીખ 8/7 ના રોજ પરત મુંબઈથી અમદાવાદ આવવા માટે QP-1525 નંબરની 20:30 કલાક થી 21:50 ની બુક કરાવી હતી. જે પેટે બંને થઈ 8556 ચૂકવેલ હતા
ફ્લાઈટ પકડવા માટે અને મુંબઈમાં યોજાનાર બિઝનેસ ડીલમાં હાજર રહેવા માટે મીનાબેન અને જયદેવભાઈ બંને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. પહોંચવા નો સમય 5:35 થઈ ગયો હતો. બાદમાં ટેક્સીવેયથી સિક્યુરિટી ચેકિંગ અને બોર્ડિંગ કાઉન્ટર સુધી પહોંચતા આકાશા એરલાઇન્સના હાજર સ્ટાફ દ્વારા સમય ચાલ્યો ગયા નું કહી બોર્ડિંગ પાસે ઇસ્યુ કરવામાં આવ્યો ન હતો અનેક વખત વિનંતી કરવા છતાં, સમયસર એરપોર્ટ પર પહોંચી જવા છતાં અને સિનિયર સિટીઝનનું ધ્યાન રાખીયા વગર એરલાઇન્સના સ્ટાફે તેમની મનમાનીથી બોર્ડિંગ પાસ કાઢ્યો જ ન હતો. ફલાઈટ ઉપડવાનો સમય 6:40 હતો છતાં શ્રીપદ ઈમ્પોર્ટ એકસપોર્ટ પેઢીના ડિરેક્ટરો આકાશા એરલાઇન્સના સ્ટાફની જોહુકમિથી ફ્લાઈટ ચૂકી ગયા હતા. જેના કારણે આવક જાવક બંને ટિકિટો લોસ ગઈ હતી. આ ઉપરાંત મુંબઈ ખાતે ધંધાકીય ડીલ પણ કેન્સલ થતા ભારે નુકસાન નો સામનો કરવો પડ્યો હતો.
આથી ઈમ્પોર્ટ એક્સપોર્ટ પેઢીએ તેમના એડવોકેટ સરફરાજ પઠાણ મારફત આકાશા એરલાઇન્સના કર્મચારીના બે જવાબદાર વર્તન, અમાનવીય વ્યવહાર, અને ફરજ પ્રત્યેની બેદરકારીના લીધે 25 લાખનું નુકસાન થયેલ હોય તે વળતર ઉપરાંત ટિકિટના 17,236 અને માનસિક તથા શારીરિક ત્રાસ વગેરેના વળતર પેટેના 25,000 મળી કુલ 25,42,236 વાર્ષિક 18% ના વ્યાજ સહિત ચૂકવી આપવા માટે આકાશના મેનેજર તથા સીઈઓને લેખિત લીગલ નોટિસ ફટકારી છે. જો સાત દિવસમાં આ રકમ ચૂકવવામાં નહીં આવે તો રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું અંતમાં જણાવવામાં આવ્યું છે.