- 50 ટકા વધુ હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત
- નોન-ઇન્ટરલોકિંગના કામને કારણે બ્લોક લેવામાં આવ્યો
- ગુજરાતની કુલ 8 ટ્રેનો રદ્દ કરવામાં આવી, અનેક આંશિક રદ્દ
હોળીના તહેવાર પહેલા સ્ટેશનો પર મુસાફરોની ભીડ ખાસ્સી વધી રહી છે. મુસાફરોની ભીડને જોતા રેલવેએ ઘણી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પણ નિર્ણય લીધો છે. આ વર્ષે રેલ્વેએ ગયા વર્ષની સરખામણીમાં 50 ટકા વધુ હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. જો કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ જતા મુસાફરોની મુશ્કેલીઓ વધી છે. રેલવેએ 18 માર્ચથી 22 માર્ચની વચ્ચે આમાંથી કેટલાક રૂટ પર ઘણી ટ્રેનો રદ કરી છે.
પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે અમદાવાદ ડિવિઝનની ગાંધીધામ અને ગાંધીધામ કેબિન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામ હોવાને કારણે, 19 થી 22 માર્ચ 2024 સુધી બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે ગાંધીધામ આવતી અને જતી ટ્રેનોને અસર થશે.
આ 8 ટ્રેનો થઈ કેન્સલ
- 19 થી 22 માર્ચ 2024 સુધી ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર સ્પેશિયલ
- 19 થી 22 માર્ચ 2024 સુધી ટ્રેન નંબર 09455 ગાંધીનગર-ભુજ સ્પેશિયલ
- 18મી અને 20મી માર્ચ 2024ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
- 19 અને 21 માર્ચ 2024ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
- 21 માર્ચ 2024ની ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ
- 21 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ- ગાંધીધામ સ્પેશિયલ
- 21 માર્ચ 2024ની ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
- 22 માર્ચ 2024ની ટ્રેન નંબર 22951 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ
આ ટ્રેનોને થશે આંશિક રીતે કેન્સલ
- 18 માર્ચ 2024 પુણે ચાલતી ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- 20 માર્ચ 2024 ના રોજ ભુજથી ઉપડતી ટ્રેન નંબર 11091 ભુજ-પુણે એક્સપ્રેસ ભુજને બદલે અમદાવાદથી શોર્ટ ઓરિજીનેટ થશે અને ભુજ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- 19 માર્ચ 2024 ના રોજ નાગરકોઇલથી ચાલતી ટ્રેન નંબર 16336 નાગરકોઇલ-ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને અમદાવાદ અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- 22 માર્ચ 2024ના રોજ ગાંધીધામથી ઊપડતી ટ્રેન નંબર 16335 ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસ ગાંધીધામને બદલે અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ થશે અને ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- 20મી અને 21મી માર્ચ 2024ના રોજ, ટ્રેન નં. 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ સામખિયાળી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને સામખિયાળી અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
- 21મી અને 22મી માર્ચ 2024ના રોજ, ટ્રેન નંબર 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામને બદલે સામખિયાળીથી શોર્ટ ઓરિજીનેટ થશે. અને ગાંધીધામ અને સામખિયાળી વચ્ચે આંશિક રદ રહેશે.


