- યુએસમાં ભારતીયોનો પ્રભાવ વધ્યો
- 10 અમેરિકન-ઈન્ડિયન્સે જીતી ચૂંટણી
- વિવિધ બેકગ્રાઉન્ડના લોકોએ મેળવી જીત
અમેરિકામાં ઓછામાં ઓછા 10 ભારતીય-અમેરિકનોએ દેશના વિવિધ ભાગોમાં સ્થાનિક અને રાજ્ય સ્તરની ચૂંટણી જીતી છે. આમાંના મોટાભાગના ભારતીયો ડેમોક્રેટ પાર્ટીના છે. આ જીત અમેરિકન રાજકારણમાં ભારતીય સમુદાયના વધતા વર્ચસ્વને દર્શાવે છે. હૈદરાબાદમાં જન્મેલી ગઝાલા હાશ્મી સતત ત્રીજી વખત વર્જીનિયાની સેનેટમાં ચૂંટાઈ આવી છે.
આજે 10 અમેરિકી ભારતીયોએ અમેરિકામાં ચૂંટણીઓ જીતી છે. જેમણે અમેરિકા અને ત્યાંની જનતાની સુખાકારી માટે કામ કરવાનું વચન આપ્યું છે. વર્જિનિયાની સેનેટમાં બેઠક મેળવનારી તે પ્રથમ ભારતીય-અમેરિકન અને મુસ્લિમ મહિલા હતી. આ સાથે જ સુહાસ સુબ્રમણ્યમ પણ વર્જીનિયાની સેનેટમાં ફરી ચૂંટાયા છે. તેઓ 2019 અને 2021માં બે વખત હાઉસ ઓફ ડેલિગેટ્સમાં ચૂંટાયા હતા. હૈદરાબાદમાં જન્મેલી ગઝાલા હાશ્મી સતત ત્રીજી વખત વર્જીનિયાની સેનેટમાં ચૂંટાઈ આવી છે. વર્જિનિયાની સેનેટમાં સ્થાન મેળવનારી તે પ્રથમ ભારતીય-અમેરિકન અને મુસ્લિમ મહિલા હતી.
હ્યુસ્ટનમાં જન્મેલા સુબ્રમણ્યમ અગાઉના ઓબામા વહીવટ દરમિયાન વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજી નીતિ સલાહકાર હતા. વર્જીનિયા હાઉસમાં ચૂંટાયેલા તેઓ પ્રથમ હિન્દુ છે. બિઝનેસના માંધાતા કન્નન શ્રીનિવાસન ભારતીય-અમેરિકનોનું વર્ચસ્વ ધરાવતા લોડન કાઉન્ટી વિસ્તારમાંથી વર્જિનિયા હાઉસ ઑફ ડેલિગેટ્સમાં ચૂંટાયા છે. શ્રીનિવાસન 90ના દાયકામાં ભારતથી અમેરિકા આવ્યા હતા. વર્જીનિયામાં ત્રણેય વિજેતાઓ ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા છે. આ સાથે જ ન્યૂજર્સીમાંથી ત્રણ ભારતીય-અમેરિકનો પણ જીત્યા છે. ભારતીય-અમેરિકન વિન ગોપાલ અને રાજ મુખર્જી ન્યુ જર્સીમાં સ્ટેટ સેનેટ માટે ચૂંટાયા છે. આ બંને ભારતવંશી ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા છે.
આ ઉપરાંત, બલવીર સિંહ ન્યૂ જર્સીમાં બર્લિંગ્ટન કાઉન્ટી બોર્ડ ઓફ કાઉન્ટી કમિશનર્સ માટે ફરીથી ચૂંટાયા છે. તે જ સમયે, પેન્સિલવેનિયામાં, નીલ મુખર્જી (ડેમોક્રેટ) મોન્ટગોમરી કાઉન્ટી કમિશનરના પદ પર જીત્યા છે, જ્યારે ઇન્ડિયાનામાં, ભારતીય-અમેરિકન ચિકિત્સક ડૉ. અનિતા જોશીએ કાર્મેલ સિટી કાઉન્સિલની બેઠકની ‘વેસ્ટ ડિસ્ટ્રિક્ટ’ બેઠક જીતી છે. લેન્ડ બેંકના CEO અરુણન અરુલમપાલમ કનેક્ટિકટમાં હાર્ટફોર્ડના મેયર તરીકે ચૂંટાયા છે. અરુણન ઝિમ્બાબ્વેથી અમેરિકા આવ્યો હતો. ચૂંટણી જીત્યા બાદ તમામ 10 ભારતીય-અમેરિકનોએ તેમના પ્રદેશના લોકોના કલ્યાણ માટે કામ કરવાનું વચન આપ્યું હતું.
આમ હવે ભારતની બહાર વિદેશમાં પણ ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. અમેરિકામાં આ વખતે ચૂંટણીઓમાં 10 ભારતીય મૂળના અમેરિકીઓએ ચૂંટણી જીતી લેતા આજે ભારતીયોનું ગૌરવ પણ વધ્યું છે. આ જીત અમેરિકન રાજકારણમાં ભારતીય સમુદાયના વધતા વર્ચસ્વને દર્શાવે છે. હૈદરાબાદમાં જન્મેલી ગઝાલા હાશ્મી સતત ત્રીજી વખત વર્જીનિયાની સેનેટમાં ચૂંટાઈ આવી છે.


