- લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વાર મોદી પ્રધાનમંત્રી બનશે: પ્રફુલ પાનસેરિયા
- પ્રધાનમંત્રીની લોક ચાહના વૈશ્વિક છે. આ ચૂંટણીમાં લોકોએ ભાજપને પસંદ કરી
- આનાથી સારું પરિણામ લોકસભામાં આવશે
સુરતમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં શિક્ષણ મંત્રીએ કહ્યું ચૂંટણી પરિણામ એક ટ્રેલર છે. પિક્ચર અભી બાકી હે, લોકસભા ની ચૂંટણીમાં ત્રીજી વાર મોદી પ્રધાનમંત્રી બનશે.
પ્રધાનમંત્રીની લોક ચાહના વૈશ્વિક છે
પ્રધાનમંત્રીની લોક ચાહના વૈશ્વિક છે. આ ચૂંટણીમાં લોકોએ ભાજપને પસંદ કરી છે. આનાથી સારું પરિણામ લોકસભામાં આવશે. તેમજ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ પણ નિવેદન આપતા જણાવ્યું છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈ ચાલી રહેલી અટકળો ચાલી રહી છે તેમાં જે મુખ્યમંત્રી હશે એ ભાજપનો હશે. મુખ્યમંત્રી કોણ બનશે વસુંધરા રાજે કે અન્ય ચહેરો તેના સવાલના જવાબમાં પૂર્ણેશ મોદીએ કહ્યું કમળ જ મુખ્યમંત્રીનો ચહેરો છે.
રાજ્યમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
ભાજપની અભૂતપૂર્વ જીત થઇ છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં પણ સારું પરિણામ મેળવીશું. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા આ ચાર રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો થોડા જ કલાકોમાં આવી જશે. આ સાથે જ ક્યા રાજ્યમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચૂંટણી પરિણામો આવતા જ સ્થાનિક રાજકારણથી માંડીને રાષ્ટ્રીય રાજકારણ સુધી તેના પડઘા પડશે. વધુમાં, 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લી ચૂંટણી હોવાને કારણે સૌની નજર તેના પરિણામો પર છે.
સૌથી વધુ મતદાન મિઝોરમમાં 80.66 ટકા થયું છે
પૂર્વ ભારતના રાજ્ય મિઝોરમમાં પણ ચૂંટણી આ ચાર રાજ્યો સાથે જ સંપન્ન થઈ છે. પરંતુ તેનું પરિણામ આવતીકાલે 4 ડિસેમ્બરે જાહેર થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં એટલે કે સાતમી અને 17મી નવેમ્બરે, મિઝોરમ અને મધ્યપ્રદેશમાં સાતમી નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગણામાં 30મી નવેમ્બરે મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં આ ચૂંટણીમાં 76.22 ટકા, છત્તીસગઢમાં 76.31 ટકા, રાજસ્થાનમાં 74.13 ટકા અને તેલંગણામાં 71.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન મિઝોરમમાં 80.66 ટકા થયું છે.


