- લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા નોટિફિકેશન જાહેર થશે
- બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતીઓને મળશે નાગરિકતા
- કોઈપણ દસ્તાવેજો વગર ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજદારો કરી શકશે અરજી
આ કાયદા હેઠળ, 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી)ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે CAA ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.
અરજી કરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે
સરકારી અધિકારીએ વધુમાં કહ્યું કે નિયમોની સાથે ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. સરકારી અધિકારીએ કહ્યું કે અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં.
CAA કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવશે નહીંઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે CAA કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવશે નહીં. તેનો ઉદ્દેશ્ય ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા પાકિસ્તાની, અફઘાન અને બાંગ્લાદેશી લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે.
ગૃહમંત્રી અમિત શાહે ભાષણોમાં નાગરિકતા સંશોધન કાયદા અંગે કહ્યું
ગૃહમંત્રી અમિત શાહે તેમના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલય દ્વારા તેના અમલીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે.
‘કોંગ્રેસનું વચન, અમારું નથી’
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે પાડોશી દેશોના દલિત લઘુમતીઓને નાગરિકતા આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું, “જ્યારે દેશનું વિભાજન થયું અને ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, તે બધા ભાગી જવા માંગતા હતા, ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે તમે અહીં આવો, તમને અહીંની નાગરિકતા આપવામાં આવશે.”
‘વિપક્ષ મુસ્લિમ સમુદાયને ગેરમાર્ગે દોરી રહ્યો છે’
કેન્દ્રીય ગૃહમંત્રીએ વિપક્ષ પર મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “આપણા મુસ્લિમ ભાઈઓને CAA વિશે ગેરમાર્ગે દોરવામાં અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવા માટે છે.” તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલ CAAનો ઉદ્દેશ્ય 31 ડિસેમ્બર, 2014 પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલા હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ સહિતના સતાવણીગ્રસ્ત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવાનો છે.
સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા
સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં CAA લાગુ કરવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર સોમવારે તેનું નોટિફિકેશન જારી કરી શકે છે. આ પછી, નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA આજથી જ દેશમાં લાગુ કરવામાં આવશે.
નાગરિકતા સંશોધન કાયદો (CAA) આજથી જ દેશમાં લાગુ કરવામાં આવી શકે
આગામી લોકસભા ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર સોમવારે રાત્રે તેનું નોટિફિકેશન જારી કરી શકે છે. આ પછી, નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA આજથી જ દેશમાં લાગુ કરવામાં આવશે. વાસ્તવમાં, સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં CAA લાગુ કરવા જઈ રહી છે.ત્રણ મુસ્લિમ દેશોના લઘુમતીઓને નાગરિકતા મળશે
CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા
CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.
કેન્દ્ર સરકારે 2019માં કાયદામાં સુધારો કર્યો હતો
વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.
2020 થી એક્સ્ટેંશન લેવામાં આવી રહ્યું છે
તમને જણાવી દઈએ કે સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર, કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સહમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં, 2020 થી, ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત અંતરાલે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું છે.
9 રાજ્યોમાં નાગરિકતા આપવામાં આવી રહી છે
છેલ્લા બે વર્ષમાં, નવ રાજ્યોના 30 થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતીય નાગરિકત્વ આપવા માટે સત્તા આપવામાં આવી છે. 2021-22ના ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, 1 એપ્રિલ, 2021 થી 31 ડિસેમ્બર, 2021 સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવેલ 9 રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે.


