By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    6 minutes ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    1 hour ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    2 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    3 hours ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અમૂલ દૂધના સતત વધતાં ભાવ ગરીબોને કુપોષીત કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

અમૂલ દૂધના સતત વધતાં ભાવ ગરીબોને કુપોષીત કરશે

agragujaratnews
Last updated: 2024/06/03 at 6:37 PM
1 year ago
Share
અમૂલ દૂધના સતત વધતાં ભાવ ગરીબોને કુપોષીત કરશે
SHARE

ભાવ વધારાથી બચવા ગરીબ-મધ્યમવર્ગને બજારમાંથી સસ્તુ નબળુ દૂધ લેવાની ફરજ પડશે

અમૂલનું ટર્ન ઓવર ભાવ વધારા સાથે આવતાં વર્ષે એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે.

ચૂટણી પૂરી થવાની જાણે કે રાહ જોવાતી હોય તેમ મતદાન પૂરુ થયુને ગણતરીના કલાકોમાં જ ગુજરાત મિલ્ક માર્કેટીંગ્ ફેડરેશને તેની વૈશ્વીક બ્રાન્ડ અમૂલ દૂધના ભાવમાં એક લીટરે બે થી ત્રણ રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલ ગોલ્ડનો ભાવ રૂપિયા ૬૪થી વધીને ૬૬ થયો છે. જયારે અમૂલ ભેંસના દૂરકના ભાવ ૬૮ રૂપિયાથી વધીન ૭૧ રૂપિયા થયો છે. દૂધના આ ભાવ વધારાની અનેક તરફી અસર થશે. એક તરફ જે સહકારની ભાવનાથી અમૂલની  શરૂ થયેલી દૂધ ક્રાંતિ હવે કોર્પોરેટ નફાખોરી તરફની યાત્રાએ નિકળી ચુકી છે. ભારતની પ્રજામાં હવે તેમને ગ્રાહક અને પ્રોફિટ જોવા મળી રહયો છે. વધુને વધુ નફો અને વેંચાણની તકો જોવા મળી રહી  છે. આ સહકારી પ્રવૃતિનો પવિત્ર હેતુ અદ્રશ્ય થઇ ગયો છે.બીજી બાજુ અમૂલ દૂધના લગભગ દર વર્ષે વધતાં ભાવ ગરીબ અને મધ્યમ વર્ગની પહોંચની બહાર જઇ રહયા છે. અથવા ના છુટકે તેઓ આ ભાવ વધારો સહન કરી રહયા છે. કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના ભારતિયો અમૂલના દૂધના ભાવથી બચવા માટે બજારમાં ખુલ્લા અને નબળી ગુણવતાના લુઝ દુધની બજાર તરફ ફરજિયાત ધકેલાશે. આ કારણે ગરીબ અને નબળા વર્ગમાં ખાસ કરીને બાળકોમા પોષણની સમશ્યા છે તે વધશે. એટલું જ નહિ અમૂલ માર્કેટ કન્ટ્રોલર હોવાથી અમૂલ દૂધના ભાવ સાથે અનઓર્ગેનાઈઝડ દૂધની બજાર પણ ભાવવધારો કરશે. આથી નબળી ગુણવતાનું દૂધ પણ વધુ મોંઘુ બનશે. પરંતુ બજાર જાળવી રાખવા તેના ભાવ અને અમૂલના ભાવમાં થોડા તફાવત  રાખશે.

Contents
ભાવ વધારાથી બચવા ગરીબ-મધ્યમવર્ગને બજારમાંથી સસ્તુ નબળુ દૂધ લેવાની ફરજ પડશેઅમૂલનું ટર્ન ઓવર ભાવ વધારા સાથે આવતાં વર્ષે એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે.

સવાલ એ થાય કે સરકાર એક બાજુ દૂધના ભાવમાં વધારો કરવાની છુટ આપે છે અને બીજી બાજુ કરોડો રૂપિયાની પોષણ યોજનાઓ ચલાવે છે. આ માટે કરોડો રૂપિયાનો પ્રચારમાં પણ ધુમાડો કરે છે. આ તમામ ખર્ચમાં કાપ મૂકી ગરીબ અને મધ્યમ વર્ગને અમૂલ દૂધ રાહત દરે મળી રહે અથવા ભાવવધારો ટાળવા સરકાર અમૂલને કોઇ કલ્યાણ યોજના સાથે ડાઇરેકટ લીન્ક કરે તો લોકો કવોલિટી મિલ્ક રાહતદરે મેળવી શકે.

જો કે, અમૂલ દૂધનો ભાવ વધારો અને પેટ્રોલ સહિતના ઇંધણના ભાવવધારાની પ્રતિક્રિયાથી સરકાર અને અમૂલ ડેરી ટેવાઇ ગઇ છે પ્રજા ર૪ થી ૪૮ કલાકમાં આ ભાવવધારાને ભૂલી જશે. ફરી એકાદ વર્ષ થશે ત્યાં લોકોને નવો ભાવવધારો ખમવાની તૈયારી રાખવી પડશે.

દરમિયાનમાં અમૂલના બિઝનેશ ઉપર નજર કરીએ તો અમૂલ ર૦ર3ની સાલમાં ૭ર૦૦૦ કરોડના બિઝનેશ સુધી પહોંચી ગયુ છે. આ ભાવ વધારા અને સેલ્સના આધારે ર૦ર૫ની સાલમા અમૂલ ૧ લાખ કરોડના બિઝનેશ ટર્નઓવર સુધી પહોંચી જશે. આંકડામાં એક કંપનીની પ્રગતિ યોગ્ય છે. પરંતુ દેશ હવે સંપૂર્ણ મૂડીવાદ તરફ જઇ રહયો છે. સહકારી પ્રવૃતિ પણ નફાના ગણીત ઉપર જ ચાલે છે. ગરીબોને હવે અમૂલનું દૂધ નહિ પરવડે. તેની ચિંતા સરકાર નહી કરે. તેની ચિંતા સહકારી ક્ષેત્રના નેતાઓ નહિ કરે. ગરીબો અને મધ્યમ વર્ગને તેમના હાલ ઉપર છોડી દેવાયા છે. તેમને માટ બે જ વિકલ્પ છે. કાં મોંઘા ભાવનું દૂધ ખરીદી તમારા બાળકોનું પોષણ કરો. અથવા બજારમાંથી તમને પરવડે એવું લુઝ દૂધ લઇને તમારા બાળકોને કુપોષણનો શિકાર બનાવો.

દૂધ અને પેટ્રોલિયમ ભાવના વધારામાં આ રીતે સરકારે સંવેદનશીલતા ગુમાવી દીધી છે એ ચિંતાજનક બાબત છે. સરકારના સતત વિજયથી સરકારના આવા નિર્ણયને પણ પ્રજાનું સમર્થન મળે છે એવી એક પરોક્ષ ધારણા પણ બંધાય છે. સરકાર પણ વેપાર કરે અને કેટલાક પ્રજા કલ્યાણના ક્ષેત્રોમાં બિઝનેશની તક જુએ ત્યારે લોકો વધુ લાચાર બને છે. અમૂલ દૂધના ભાવવધારામાં પણ ભાજપ સરકારની ચતુરાઇ દેખાય છે. જેવી લોકસભાની ચૂંટણી પૂરી થઇ મતદાનનો છેલ્લો તબકકો પૂરો થયો અને અમૂલના દૂધમાં ભાવવધારો ઝિંકાઇ ગયો. એ પણ નવી સરકારના ખાતે ન ચડે તેની ચિવટ રાખવામાં આવી. હવેના દિવસો વિજયની ઉજવણીના દિવસો આવશે. પ્રજાની લાચારી ફરી એક વખત ચકાચૌંધ ઉજવણી નીચે દબાઇ જશે.કંપનીઓના નફા તગડાં થશે અને ગરીબોના બાળકો કુપોષીત.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Sports: રોહિત અને વિરાટ બાદ 29 વર્ષના ખેલાડીએ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
સ્પોર્ટ્સ

Sports: રોહિત અને વિરાટ બાદ 29 વર્ષના ખેલાડીએ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

By 6 days ago
Kieron Pollardએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, T20માં મચાવી ધૂમ
WTC Finalમાં કાગિસો રબાડાનો જોવા મળ્યો સ્વેગ! ખેલાડીએ મચાવી ધૂમ, જુઓ VIDEO
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
Babar Azam અને રિઝવાનની ઈન્ટરનેશનલ લેવલ પર બેઈજ્જતી, કોણ બનશે નવું કેપ્ટન?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?