2026ના T20 વર્લ્ડ કપનો સમય ઝડપથી નજીક આવી રહ્યો છે.એવું માનવામાં આવે છે કે,આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રમાશે (ICC T20 World Cup 2026 Schedule).આ વર્ષે ભારત અને શ્રીલંકા T20 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યા છે.જો કે શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી,પરંતુ તે માટેની તારીખ અને સમય હવે જાહેર કરવામાં આવ્યા છે.તમે T20 વર્લ્ડ કપ મેચો લાઈવ પણ જોઈ શકશો.
વર્લ્ડ કપનો શેડ્યૂલ સ્ટાર સ્પોર્ટ્સ પર રિલીઝ થશે
સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા જાહેર કરાયેલા આગામી વર્ષના T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ 25 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાલમાં ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે . સીરિઝની બીજી મેચ હાલમાં ગુવાહાટીમાં ચાલી રહી છે.મંગળવાર,25 નવેમ્બર આ મેચનો ચોથો દિવસ હશે. દિવસની રમત સાંજે 4 વાગ્યાની આસપાસ સમાપ્ત થશે, ત્યારબાદ શેડ્યૂલ સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ જાહેર કરવામાં આવશે. સ્ટાર સ્પોર્ટ્સે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, લાઈવ પ્રસારણ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.25 નવેમ્બરના રોજ.
ભારતના આ સ્ટેડિયમોમાં મેચ રમાઈ શકે છે
અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારતમાં મેચો માટે અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈની પસંદગી કરવામાં આવી છે . આનો અર્થ એ છે કે કુલ પાંચ સ્થળો પર અંતિમ પસંદગી ઢોળવામાં આવી છે. વધુમાં, શ્રીલંકા માટે કોલંબો અને કેન્ડીની પસંદગી કરવામાં આવી છે. જોકે, ICC એ હજુ સુધી વધુ વિગતો આપી નથી.
આ પણ વાંચો -Team Indiaની અગ્નિ પરીક્ષા,T20 વર્લ્ડ કપ 2026 પહેલા આટલી મેચ રમશે


