- 2024ની પોતાની નેપાળની પહેલી મુલાકાતે વિદેશ મંત્રી
- જયશંકરની મુલાકાતને લઈને નેપાળ સરકારની સત્તાવાર જાહેરાત
- ઉર્જા, વેપાર, વિકાસ સહિત અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા
4 અને 5 જાન્યુઆરીના રોજ થનારી નેપાળ-ભારત સંયુક્ત આયોગની વિદેશ એસ જયશંકર અને નેપાળના સમકક્ષ નારાયણ પ્રકાશ સઉદ સહ અધ્યક્ષતા કરશે. આ દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. જયશંકર નેપાળના વિદેશ મંત્રી સઉદના આમંત્રણ પર 4 જાન્યુઆરીએ નેપાળની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. નોંધનીય છે કે 2024માં આ તેમની પ્રથમ વિદેશ યાત્રા છે.
બેઠકને લઈને નેપાળ દ્વારા જાહેર કરાઇ સત્તાવાર પ્રેસ રીલીઝ
નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, બંને નેતાઓ નેપાળ-ભારત સંયુક્ત આયોગમાં પોતપોતાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અમૃત બહાદુર રાયે જણાવ્યું હતું કે સંયુક્ત આયોગની બેઠક દરમિયાન નેપાળ-ભારત સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરવામાં આવશે. અમૃત બહાદુર રાયે કહ્યું કે ઊર્જા, વેપાર, માળખાકીય વિકાસ, વધતી વેપાર ખાધ પર નેપાળની ચિંતા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.


