- દારૂ લઈને જતા યુવકોને પકડવા દોડી હતી પોલીસ
- ચાલુ ગાડીએ લાકડી મારતા બે યુવકો થયા હતા ઘાયલ
- સારવાર દરમિયાન એકનું મોત,અન્ય એક સારવાર હેઠળ
રાજ્યમાં તહેવારો વચ્ચે વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હવે દાહોદમાં એક પરિવારે યુવાનનો જીવ પોલીસના મારથી થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દાહોદમાંએક યુવાનનું પોલીસના મારથી મોત થયાનો દાવો કરાઇ રહ્યો છે, આ દાવો મૃતકના પરિવારજનો કરી રહ્યાં છે, આ ઘટના દાહોદના ચોસલા હાઇવે નજીક ઘટી હતી, જ્યાં યુવાનને પોલીસે માર માર્યો બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું કહેવાઇ રહ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, દાહોદમાં મોતની ઘટનાને લઇને પોલીસ અને મૃતકના પરિવારજનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થઇ છે. ખરેખરમાં મૃતકના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, દાહોદના ચોસલા હાઇવે નજીક પોલીસના મારથી યુવકનું મૃત્યુ થયુ છે.જેમાં ચોસલા હાઇવે નજીક પોલીસની એક ટીમ એક યુવાનને દારૂ લઇને જતી વખતે રોકી રહી હતી. આ પછી પોલીસ દારૂ લઇને જઇ રહેલા યુવકને પકડવા માટે પાછળ પડી હતી.
તેમજ પોલીસે ચાલુ ગાડીએ લાકડીઓના ફટકા માર્યા હતા, જેથી આ ઘટનામાં બે યુવકો ઘાયલ થયા હતા. જેમાં સારવાર દરમિયાન એક યુવકનો મોત થઇ ગયુ હતુ. આ મોતની ઘટના બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસના મારથી યુવકનુ મોત થયું છે. પરિવારજનો દાહોદ રૂપલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને જોરદાર હોબાળો મચાવ્યો હતો.
એટલું જ નહીં યુવકના મૃતદેહને ત્યાં મુકીને ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં એલસીબી અને એસઓજી સહિતના પોલીસ કાફલાએ હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવા પ્રયાસ કર્યો હતો. જેના કારણે ફરી વિવાદ શરૂ થયો છે.


