By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    22 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મનપાના પૂર્વ ટીપીઓ સાગઠીયાના પરિવારને પણ ધરપકડનો ડર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

મનપાના પૂર્વ ટીપીઓ સાગઠીયાના પરિવારને પણ ધરપકડનો ડર

agragujaratnews
Last updated: 2024/08/20 at 8:01 PM
2 years ago
Share
મનપાના પૂર્વ ટીપીઓ સાગઠીયાના પરિવારને પણ ધરપકડનો ડર
SHARE

પત્ની, ભાઈ, પુત્ર એ પણ અદાલતમાં આગોતરા જામીન મૂક્યા

સાગઠીયાની અપ્રમાણસર મિલકત પરિવારના નામે હોય, ભ્રષ્ટાચારમાં સામેલ હોવાની કાર્યવાહીની શંકાએ કરેલી અરજી

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલના સળિયા પાછળ રહેલા પૂર્વ ટીપીઓ સાગઠીયાની એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતના ગુના મામલે ધરપકડ કરી ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે 10.55 કરોડની વધુ મિલકત મળી આવી હતી. અને આ મિલકત તેમના પત્ની ભાઈ અને પુત્રના નામે પણ વસાવેલ હોવાનું સામે આવતા ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાની શંકાએ એસીબીએ તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરતા સાગઠીયાના પુત્ર કેયુર, પત્ની ભાવનાબેન અને ભાઈ દિલીપભાઈએ પોતાના વકીલ મારફત રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.
રાજકોટ શહેર ખાતે બનેલ ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં સંડોવાયેલ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર, વર્ગ-1, મનસુખભાઈ ધનાભાઈ સાગઠીયા, વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની તા.01/04/2012 થી તા.31/05/2024 ના સમયગાળાના ચેક પિરીયડ દરમ્યાન તેઓ દ્વારા વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ઘરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરવામાં આવેલ હતી. તપાસના અંતે મળેલ તમામ વિગતોનું એ.સી.બી. ના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલ હતું. આક્ષેપીત સાગઠિયાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી. તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટીએ ફલિત થયેલ હતું. આક્ષેપીતે પોતાની કાયદેસરની આવક રૂ.2 કરોડ 57 લાખ 17 હજાર 359ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.13 કરોડ 23 લાખ 33 હજાર 323 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે.

આવકના પ્રમાણમાં સાગઠિયાએ પોતાની કાયદેસરની રૂ.10,55,37,355ની વધુ સંપતિ વસાવેલાનું જણાઈ આવેલ. જે તેઓની આવકના પ્રમાણમાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે. જેથી સરકાર તરફે એસીબીના પોલીસ અધિકારીએ ફરિયાદી બની રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ – 1988 (સુધારા- 2018)ની કલમ-13(1)બી, 13(2) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આ પછી એસીબીએ તપાસ કરતા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની 150 રોડ પર આવેલી ટ્વીન સ્ટાર બિલ્ડીંગની ઓફિસમાં ઝડતી કરતા તપાસ દરમિયાન 22 કિલો સોનુ, અઢી કિલો ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.18 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. પરિવારના નામે મિલકતો હોવાથી એસીબીએ તેમની ઉપર પણ સકંજો કસવા તજવીજ કરતા મનસુખ સાગઠિયા પુત્ર કેયુર, પત્ની ભાવનાબેન અને ભાઈ દિલીપભાઈએ આગોતરા જામીન અરજી કરી છે. જેની આગામી મુદ્દત 21 ઓગષ્ટ હોવાનું જાણવા મળ્યું છે.

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Editor By Editor 6 days ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?