- વર્લ્ડકપ 2023નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો
- 19 નવેમ્બરે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે
- વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચનારી ટીમને લઈ થઈ ભવિષ્યવાણી
વર્લ્ડકપ 2023નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. સિઝનની 43 મેચ બાદ એ નક્કી થઈ ગયું છે કે કઈ ત્રણ ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. ચોથી ટીમ કોણ હશે તે પણ કોલકાતામાં ચાલી રહેલી ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન મેચ બાદ નક્કી થશે. એવું માનવામાં આવે છે કે સેમીફાઇનલમાં ચોથી ટીમ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ બની શકે છે. તેનું કારણ એ છે કે ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની જીતવું અસંભવ છે.
પાકિસ્તાનના 2 પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી
જો આ વખતે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાશે તેની વાત કરીએ તો ભાગ્યે જ કોઈને ખબર હશે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમના બે પૂર્વ કેપ્ટનોએ પોતાના અનુભવના આધારે આનો જવાબ આપ્યો છે. શોએબ મલિક અને મિસ્બાહ ઉલ હકે ફાઈનલ મેચ રમનારી 2 ટીમ અંગે ભવિષ્યવાણી કરી છે.
મિસ્બાહ ઉલ-હકે શું કહ્યું?
પાકિસ્તાનના આ બે પૂર્વ કેપ્ટનોને પૂછવામાં આવ્યું કે, આ વખતે કઈ બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ શકે છે, ત્યારે મિસ્બાહ-ઉલ-હકે સાઉથ આફ્રિકાના વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને ફાઈનલ ભારત અને આફ્રિકા વચ્ચે રમાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
શોએબ મલિકે શું કહ્યું?
શોએબ મલિકે પોતાનો જવાબ આપતાં ભારત અને ઓસ્ટ્રેલિયાનું નામ લીધું હતું. માલિકનું માનવું છે કે કાંગારૂ ટીમ ફોર્મમાં પરત ફરી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાને મોટી ટૂર્નામેન્ટમાં પ્રેશર સહન કરવાનો અનુભવ છે.


