- જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી
- ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી
- તેજસ્વિની જિ. પં. સામાન્ય સભાનું સંચાલન દિકરીઓએ કર્યું
ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે તેજસ્વિની જિલ્લા પંચાયત યોજાઈ હતી. જિલ્લા પંચાયતના 28 સભ્યોની ભુમિકા કડજોદરા ગામની તેજસ્વિનીઓ દ્વારા અદા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન પણ દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 7 પ્રશ્નોની ચર્ચા પણ સામાન્ય સભાની જેમ કરવામાં આવી હતી. જેમાં કડજોદરાને દીકરી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તેજસ્વિની પંચાયતનો આરંભ જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યો હતો.
તેજસ્વિની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉપપ્રમુખ દીકરી દ્વારા પ્રમુખની પરવાનગી સાથે સભાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. રાષ્ટ્રીય ગીત બાદ વડોદરાની ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને શ્રાદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સભામાં જિલ્લામાં દીકરીઓની સંખ્યા વધારવા માટેની યોજનાના લાભ લોકો કેમ લેતાં નથી, આ યોજનાના સુચારું આયોજન માટે શું કરવામાં આવ્યું છે ?, જિલ્લામાં દીકરીઓના શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો કેટલો ?જિલ્લામાં કેટલી કિશોરીઓ અને સર્ગભા માતામાં એનિમિયાની


