- ભારત રત્નને લઈ યોગી આદિત્યનાથી પ્રથમ પ્રતિક્રિયા
- દેશના ખેડૂતોને મળ્યુ સન્માન
- ચૌધરી ચરણ સિંહ દેશના સર્વોચ્ચ નાગરિક
કેન્દ્ર સરકારે પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ પોતે ટવિટ કરીને આ જાણકારી આપી હતી,તો બીજી તરફ ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી પણ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. જેમા તેમુ કહેવુ છે,કે કરોડો ખેડૂતોને સન્માન મળ્યુ.
યોગી આદિત્યનાથનુ નિવેદન
ભારત રત્નની જાહેરાત થતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ પ્રતિક્રિયા આપી છે.તેમનુ કહેવુ છે, કે કરોડો ખેડૂતોને સન્માન મળ્યુ છે.ઉત્તરપ્રદેશ માટે પણ આજે ગૌરવની વાત છે.ચૌધરી ચરણે ઉત્તરપ્રદેશની ખૂબ સેવા કરી છે,તો યોગિ આદિત્યાનાથના નિવેદન મુજબ વાત કરીએ તો તેમનુ કહેવુ છે કે,ચૌધરી ચરણ એવુ માને છે કે,દેશનો વિકાસ ખેડૂતોથી પણ થાય છે.તો યોગી આદિત્યનાથે કહયુ કે, ચૌધરી સાહેબને હુ નમન કરૂ છુ.
કોણ છે ચૌધરી ચરણ
ચૌધરી ચરણ સિંહને ખેડૂતોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. 28 જુલાઇ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી તે ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા. ચૌધરી ચરણ સિંહનો જન્મ 23 ડિસેમ્બર, 1902 માં ઉત્તર પ્રદેશના હાપુડ તાલુકાના નૂરપુર ગામે એક મધ્યમ જાટ પરિવારમાં થયો હતો.તો તેમણે લોકોની અને ખેડૂતોની ખૂબ સેવા કરી.
ત્રણ મહાનુભાવોને ભારત રત્ન
ડૉ.એમ.એસ.સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે આ ખૂબ જ આનંદની વાત છે, કે ભારત સરકાર આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ડૉ. એમ.એસ. સ્વામીનાથન જીને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્તમ પ્રયાસો કર્યા હતા.


