- ધુમ્મસથી વિઝિબિલિટિ ઓછી થતાં વાહન ચાલકોને મુશ્કેલી
- વાદળ છાયા વાતાવરણના કારણે શાકભાજીના પાકમાં રોગની શક્યતા
- શાકભાજીના પાકમાં રોગની શક્યતા વધી જાય છે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે સમગ્ર રાજ્ય માં બે ત્રણ દિવસથી વાતાવરણમાં હળવો પલ્ટો આવ્યો છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લાના પશ્ચિમ વિસ્તારના ગામો નદીસર, ખજૂરી, કાકનપુર, રતનપુર પંથક માં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ આલ્હાદક બન્યું હતું.
જોકે ધુમ્મસ ના કારણે વિઝીબિલિટી ઓછી થતાં વાહન ચાલકો ને ભારે મુસીબત વેઠવી પડી હતી ધુમ્મસ સાથે સાથે પવન પણ ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો હતો.
આ તરફ્ ખેડૂતો ના જણાવ્યા અનુસાર ધુમ્મસ અને વાદળ છાયા વાતાવરણ ના કારણે શાકભાજીના પાકમાં રોગની શક્યતા વધી જાય છે


