
કેન્દ્ર શાશિત પ્રદેશ દિવ શહેરમાં ઘણા લાંબા સમયથી વન્યપ્રાણી સિંહ નર-૧ આવી ચડેલ હોય દિવ શહેર એ દેશ વિદેશના સહેલાણીઓનુ અતિપ્રિય હરવા ફરવાનુ સ્થળ હોય જેથી સહેલાણીઓની સુરક્ષા અને વન્યજીવના સંરક્ષણને ઘ્યાને રાખી વનવિભાગ દિવ અને ગીર(પુર્વ)વન વિભાગ હેઠળની જસાધાર રેન્જની નવાબંદર રાઉન્ડના સ્થાનિક સ્ટાફ તેજ જસાધાર ખાતેના વન્યપ્રાણી સારવાર કેન્દ્રના વેટરનરી ઓફીસરશ્રી તેમજ ટ્રેકર્સ પાર્ટી દ્વારા આ સિંહ નરને સહી સલામત રીતે પકડવાની કાર્યવાહી રાજદિપસિંહ ઝાલા,નાયબ વન સંરક્ષક ઘારી તથા એમ.આર.ઓડેદરા, મદદનિશ વન સંરક્ષક ઉનાના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ એલ.બી.ભરવાડ,રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાઘારની સીઘી દેખરેખ અને રાહબરી હેઠળ દિવ શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાથ ઘરેલ હતી અને સિંહનરના સતત લોકેશનો કરવામાં આવેલ હતા.દિવ શહેરએ ચારેય તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલો અને ગીચ વસ્તી તેમજ ઘટાટોપ તાડ, ગાંડાબાવળ અને દરિયાઇ ચેરના જંગલો આચ્છાદિત પ્રદેશ હોય વળી દરિયાઇ કાદવ કિચડ વાળી ખાડી અને કોતરો,ગુફાઓ ઘરાવતો વિસ્તાર હોવાથી સિંહ નરના લોકેશનો શોધવામાં ખુબજ મુશ્કેલીઓ ઉભી થયેલ પરંતુ સ્ટાફ દ્વારા હરેક મુશ્કેલી અને પડકારોનો સામનો કરી હિમંત હાર્યા વગર રાત દિવસ એક કરી સિંહ નરને શોધવાની કામગીરી ચાલુ રાખેલ જેની ફલસ્તૃતિ રૂપે આજ તા.૦૩.૦૫.૨૦૨૪ના દિવ શહેરના બુચરવાડા નજીકના જંગલમાં આ સિંહનું લોકેશન મળતા તેને પકડવા યુધ્ધના ઘોરણે યોગ્ય તે પગલા ભરવામાં આવી રહેલ અને સખત મહેનતના અંતે વ્હેલી સવારના આ સિંહ નરને હાજર વેટરનરી ઓફીસર દ્વારા દવા વડે બેભાન કરી પકડવામાં આવેલ છે અને હાલ આ સિંહ નરને વિશેષ નિરીક્ષણ સારૂ વન્યપ્રાણી સારવાર કેન્દ્ર જસાધાર ખાતે રાખવામાં આવેલ છે.


