- વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં
- પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શોએબ મલિકે વિરાટ કોહલીને આપી સલાહ
- કોહલીના ફેન્સે શોએબ મલિકને ટ્રોલ કર્યો
વનડે વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. વિરાટ દરેક મેચમાં ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવે છે, પરંતુ પાકિસ્તાન ટીમના પૂર્વ ખેલાડી શોએબ મલિકે એક પાકિસ્તાની ટીવી શો દરમિયાન વિરાટ કોહલીની બેટિંગને લઈ કાંઈક એવું કહ્યું કે, હવે ફેન્સ સોશિયલ મીડિયા પર તેની ક્લાસ લગાવી છે. શોએબે શો દરમિયાન કહ્યું હતું કે, વિરાટે સ્પિન બોલર સામે કેવી રીતે બેટિંગ કરવાની જરૂર છે.
શોએબ મલિકે શું કહ્યું?
પાકિસ્તાની ટીવી ચેનલના એક શો દરમિયાન મલિકે પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર્સ વસીમ અકરમ અને મિસ્બાહ ઉલ-હકની ઉપસ્થિતિમાં કોહલીની બેટિંગનું વિશ્લેષણ કર્યું હતું અને કહ્યું હતું કે, તે ક્યારેક સ્પિન બોલર સામે મુશ્કેલીમાં આવે છે. જે બાદ વિરાટ કોહલીના ફેન્સે શોએબ મલિકને ટ્રોલ કરવો શરૂ કર્યો છે. અનેક યૂઝર્સે લખ્યું કે, શોએબ મલિક, વિરાટ કોહલીને બેટિંગ કરવાનું શિખવવા બદલ આભાર. મહેરબાની કરીને અમિતાભ બચ્ચનને પણ અભિયન શિખવો.
શોએબ મલિકે આપ્યો જવાબ
ટ્રોલિંગ બાદ હવે શોએબ મિલકે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. શોએબે કહ્યું કે, દુનિયામાં કોઈ એવો બેટ્સમેન નથી, જેની કોઈ કમજોરી હોય નહીં. જે ક્રિકેટરે 1 લાખ રન બનાવ્યા છે, તેની પણ કોઈને કોઈ કમજોરી છે. આગળ ટ્રોલર્સને જવાબ આપતા મલિકે કહ્યું કે, જ્યારે સ્પિનરનો સામનો કરવા સમયે તમારો પગ આગળ વધે છે, ત્યારે બોલ અંદર આવે છે. હું એવું નથી કહેતો કે, કોહલીને કેવી રીતે રમવું જોઈએ. હું એટલું બોલ્યો કે તે થોડો મુંઝાઈ છે.
વિરાટ-બાબરને લઈ કહી મોટી વાત
વિરાટ અને બાબરને લઈ મલિકે જણાવ્યું કે, બાબરને અમુક સિલેક્ટેડ સ્પિનરનો સામનો કરવામાં મુશ્કેલી થાય છે, જ્યારે વિરાટને લગભગ તમામ સ્પિનરનો સામનો કરવામાં મુશ્કેલી થાય છે. જો કે, વિરાટ અવાર-નવાર આક્રામક શોટ રમીને આ દબાવ ઓછો કરે છે. ડો બાબર પણ આ પ્રકારનો દૃષ્ટિકોણ અપનાવે અને આક્રામક રીતે રમવું શરૂ કરે, તો આ શ્રેષ્ઠ થશે.