- ચૂંટણી પ્રચાર હોઈ ત્યારે વાયદા અને વચનો ચોમાસામાં ભૂલાઇ જાય છે
- અંકલેશ્વર-ઝઘડિયાનો બિસમાર માર્ગ ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
- આ માર્ગમાં પડેલ મસમોટા ખાડા લોકો ની કમર થી લઈ વાહનો ને પણ નુક્સાન પહોંચાડી રહ્યા છે
અંકલેશ્વરથી ઝગડીયા તાલુકામાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ફેર લેન હાઇવે ખાડા માર્ગ બની જતા વાહન ચાલકો ને દર વર્ષે હાલાકી ભોગવાનો વારો આવતો હોઈ છે કોન્ટ્રાકટર અને તંત્ર ના અંધેર વહીવટ ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ભરૂચ જિલ્લા ના માર્ગો ની હાલત ખુબ ખરાબ થઈ જવા પામી છે ચૂંટણી પ્રચાર હોઈ ત્યારે વાયદા અને વચનો ચોમાસા મા બધા ભુલાઈ નહીં પણ ખાડાઓ મા ધોવાઈ જતા હોઈ તેમ આમ જનતાને લાગી રહ્યું છે. અંકલેશ્વરથી રાજપીપળા થઈ સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ઘણા સમયથી વિકાસની ખરી અનુભૂતિ નહીં પરંતું વાસ્તવિકતા દેખાડી રહ્યો છે
અંકલેશ્વરથી ઝગડીયા તાલુકાના ઉમલ્લાના તવડી સુધીનો માર્ગ બિસ્માર પરિસ્થિતિમાં થઈ જવા પામ્યો છે. આ માર્ગમાં પડેલ મસમોટા ખાડા લોકો ની કમર થી લઈ વાહનો ને પણ નુક્સાન પહોંચાડી રહ્યા છે.
વાહન ચાલકો ને પોતાનું વાહન ક્યાં ચલાવું તે ખબર પડતી નથી. જ્યાં જોવો ત્યા માર્ગમાં ખાડા હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો કોન્ટ્રાક્ટર અને રોડ વિભાગ દ્વારા માર્ગમાં કોઈ જાતનું પેચીંગ વર્ક કરવામાં નહીં આવતા અને હલકું મટીરીયલ થી રોડનું કામ કરવામાં આવતા માત્ર કલાકમાંજ જેસે થે તેવી સ્થિતિ થઈ જતા માર્ગ માં વપરાતું મટીરીયલ ની ગુણવત્તા કેવી હશે તે જણાઈ આવે છે ચોમાસા અગાઉ રોડ પેચિંગ સહિતની કામગીરી કરવાની હોઈ છે પરંતું તે હજુ સુધી થઈ નથી. ત્યારે વર્ષો થી બની રહેલ ફોરલેન માર્ગની બાબતે રાજકારણીઓ અથવા તો આગેવાનો પણ આ બાબતે ચૂપકિદી સેવી બેસી રહ્યા છે. આ બાબતે કોઈ પણ બોલવા તૈયાર નથી. મુલદ થી ગોવાલી હોઈ કે પછી અંકલેશ્વર થી ઉમલ્લા સુધી નો માર્ગ અત્યંત બિસ્માર જોવા મળી રહ્યો છે ચૂંટણી સમય દરમિયાન લોકો ને અલગ અલગ રાજનેતોઓ વિકાસ ના લોલીપોપ આપતા આવ્યા છે અને જનતા ખોબા ભરી ભરીને ચૂંટણીમાં વોટ પણ આપતી આવી છે પરંતું વિકાસ ની દ્રષ્ટિએ આદિવાસી વિસ્તાર અને ખનીજ ની સંપદાઓથી ભરપૂર એવા વિસ્તારમાં માત્ર સરકારી તેજોરી અને બે નંબરીઓ નેજ કમાણી કરી આપતા હોઈ તેમ કોઈ જ કંઈ બોલવા તૈયાર નથી બધાજ તંત્ર સામે નત્મસ્તક હોઈ તેમ આગેવાનો પણ હાલ જનતા ની પડખે ઉભા હોઈ તેમ દેખાતા નથી હોતા ત્યારે રોજ બરોજ આ પરેશાની ભોગવતી આમજનતા પણ મુંગા મોઢે બધુજ સહન કર્યા કરતી હોઈ છે.


