ડિવાઇડરના પોલ પર કિયોસ્ક બોર્ડ જાહેરાતનો કોન્ટ્રાક્ટ લેનાર મંત્રા એજન્સીની જાહેરાતના વીજ વાયર ખુલ્લામાં પડ્યા હતા
મનપાની એસ્ટેટ શાખાએ ફટકારી નોટિસ, નોટિસના જવાબ બાદ આબાદ બચાવી લેવાની છટકબારીનો ‘વહીવટ’ કરવાની ચાલતી
રાજકોટ મહાનગરપાલિકા અને તેના દ્વારા અપાતા કોન્ટ્રાક્ટ કે પછી કોઇને કોઇ રીતે અપાતી ભ્રષ્ટના ઓથે એક નિર્દોષ માનવજીંદગીની જીવનદીપ અકાળે જ બીઝાઇ જાય તેવી વધુ એક હિંચકારી ઘટના ગઇકાલે નાનામવા રોડ પર વાહન લઇને નીકળેલી હરિદ્વાર હાઇટસમાં રહેતી નિરાલી વિનોદભાઇ કુકડિયા નામની યુવતીનો પણ પાણીમાં પડતાની સાથે જ શોટસર્કિટથી ત્યા જ મૃત્યુ પામી હતી. આ ઘટના માનવસર્જીત જ છે તેવુ પ્રથમ દ્રષ્ટિએ જ દેખાયુ હતુ અને હવે તો ઓનપેપર એ સાબિત થઇ ગયુ હોય તેમ ડિવાઇડર પર મનપાએ આપેલા કિયોસ્ક બોર્ડ પર જાહેરાતનો કોન્ટ્રાક્ટ લેનાર મંત્રા આઉટ ડોર એડ એજન્સીના પાપે જ એક આશાસ્પદ યુવતીનો જીવ ગયો હોવાનું સામે આવ્યુ છે. મનપાની એસ્ટેટ શાખાએ મંત્રા એડ એજન્સીને નોટિસ ફટકારી છે.
મુંબઇમાં હોર્ડિગ્ઝ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા ત્યારબાદ રાજકોટ મનપા તંત્ર તેમાંથી ધડો લેવાનું શીખ્યું નથી. હોર્ડિગ્ઝમાંથી કરોડો રૂપિયાની આવક રળતું મનપા તંત્ર લોકોના જાનમાલની પરવા કરતું ન હોય તેવું લાગે છે. શહેરના નાનામવા રોડ પર એક યુવતીનું ખુલ્લા વાયરને કારણે વીજ આંચકો લાગવાથી મોત નિપજયું છે. પીજીવીસીએલ અને મનપા તંત્ર આ માટે એકબીજી એજન્સી પર દોષારોપણ કરે છે. પરંતુ આ યુવતીના મોત પાછળ એક હોર્ડિગ્ઝનો ખુલ્લો વાયર હોવાનું બીનસત્તાવાર રીતે જણાવાયું છે. મનપા અને પીજીવીસીએલ તંત્ર આ એજન્સીનું નામ છુપાવવા ઢાંક પીછોડો કરી રહી છે. ટીઆરપીકાંડ બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓ લોકોના જીવન સાથે ખેલ ખેલી રહ્યા છે તેમના વાણી વર્તનમાં કોઇ ફરક આવ્યો નથી તેવી ફરિયાદ ઉઠી છે.
શહેરના નાના મોવા રોડ પર હરિદ્વાર હાઈટ્સમાં રહેતી નિરાલી વિનોદભાઈ કુકડીયા ઉ.વ.22 નામની યુવતી બુધવારે તેમના મોપેડ પર નાંનામોવા રોડ પર નીકળી હતી ત્યારે વરસાદના કારણે ગોઠણ સમા પાણી ભરાયા હતા. ત્યારે આ પાણીની નીચે ખાડો હોવાના કારણે યુવતી નિરાલી વીજપોલ નજીક નીચે પટકાઈ હતી. તેમાં પણ આ વીજ પોલના ખુલ્લા વાયરના કારણે ઇલેક્ટ્રીક શોક લાગતા નિરાલીનું મોત નીપજ્યું હતું. જે ઘટનાથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના મામલે પોલીસે પરિવારના નિવેદન બાદ બનાવમાં પીજીવીસીએલનો વીજ વાયર જવાબદાર છે કે મનપાની સ્ટ્રીટ લાઇટ જવાબદાર છે. તે જાણવા માટે પોલીસે બંને જીઇબી અને મનપા તંત્રને પત્ર પાઠવ્યો છે.
રોડ પરના ડિવાઇડર પર સ્ટ્રીટ લાઈટના પોલ આવેલા છે અને તેમાં કિયૉસ્ક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આ કિયોસ્ક બોર્ડ પર મંત્રા એડ એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. આશાસ્પદ યુવતી નિરાલી વિનોદભાઇ કુકડિયાને જે જગ્યાએ પાણીમાં પગ મુકતાની સાથે જ વીજઆંચકો લાગ્યો હતો ગણતરીની મિનિટોમાં જ તેમનુ પ્રાણપંખેરુ ઉડી ગયુ એ સ્થળે કિયોસ્ક બોર્ડના લાઇટીંગ માટે લેવામા આવેલા વીજ કનેકશનનો જીવતો વીજવાયર રોડ પર પુલ્લો પડ્યો હતો. પાણી સાથે સંપર્ક થયો અને કમનસીબે એ જ સમયે મૃતક યુવતી નિરાલીને ત્યાથી પસાર થવાનુ થયુ.
આ સમગ્ર ઘટનામાં ગઇકાલથી જ મનપાની રોશની અને એસ્ટેટ શાખા તપાસ કરતી અંતે અને તપાસના અંતે મંત્રા એડ એજન્સીની જ ગુનાહિત બેદરકારી સામે આવી હોવાનું સ્પષ્ટ થતા આજે સવારે એસ્ટેટ શાખાએ મંત્રા એડ એજન્સીને નોટિસ ફટકારી છે. નોટિસનો જવાબ આવ્યા બાદ આગળના પગલા લેવાશે તેમ એસ્ટેટ શાખાના ઇન્ચાર્જ અધિકારી શ્રી ગામેતીએ જણાવ્યુ હતુ.
એડ એજન્સીઓ સ્ટ્રીલાઇટમાંથી જોડાણ લઇ રાખે છે જીવલેણ બેદરકારી
શહેરમાં જ્યા કંઇ પણ ખાનગી આઉટ ડોર એડ એજન્સીને બેકલીટ કે પછી કિયોસ્ક બોર્ડ પર જાહેરાત માટે કોન્ટ્રાક્ટ આપવામા આવે છે ત્યા બોર્ડમાં લાઈટો કરવા માટે કનેક્શન જોઈતું હોય તે નજીકની સ્ટ્રીટ લાઈટમાંથી અપાય છે. કોન્ટ્રાક્ટ અપાયા બાદ તેની સીધી જવાબદારી જે તે એડ એજન્સીની રહે છે.
જાહેર ખબર એજન્સી દ્વારા તમામ વીજ પોલ પર આડેધડ જાહેરાતના કીઓસ્ક બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે અને તેમાં ખુલ્લેઆમ કનેક્શન પણ લટકાવી દેવામાં આવ્યા છે. ખરેખર જાહેરાત એજન્સી દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવી છે કે નહીં..? તે જાણવાની મહાનગરપાલિકાએ દરકાર લેવી જોઈએ. પરંતુ જાહેર ખબર એજન્સી તેની મનમાની રીતે કામ કર્યા કરે છે અને મનપા તેના પર ઢાંકપીછોડો કરે છે. તેનુ એક કારણ એ પણ છે કે, કાં તો એસ્ટેટ શાખાનો ભ્રષ્ટ ઓથ તેના માથે છે કાં તો પ્રસંગોપાત મફતમાં સસ્તી પ્રસિધ્ધિ માટે ઉપયોગ કરતા રાજકીય પક્ષોના એડ એજન્સીઓ પર ચાર હાથ છે.
ટીઆરપીની જેમ જ સા-અપરાધ મનુષ્ય વધનો ગુનો મંત્રા સામે લાગી શકે
કોઇપણ જીવલેણ બેદરકારી દાખવવાના પાપે કોઇનો જીવ જાય એટલે તેની સીધી જવાબદારી બેદરકારી દાખવનારની જ બને. જેમ ટીઆરપી કાંડના આરોપીઓ સામે સા-અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો છે તેમ અહીં મંત્રા એડ એજન્સીની જ ગુનાહિત બેદરકારીના પાપે યુવતીનું મોત થયાનું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે ત્યારે મંત્રા એડ એજન્સીના સંચાલક સામે સા-અપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થશે કે કેમ? એ જોવાનું રહ્યુ.