ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને મનુષ્ય માત્રને સદાચાર મુક્ત જીવન બનાવવા તથા દુર્ગુણ દુરાચારોનો ત્યાગ કરવાની પારાવાર યુક્તિઓ શ્રીમદ ભગવદ્ગીતામાં બતાવી છે. વર્ણ, આશ્રમ, સ્વભાવ અને પરિસ્થિતિને અનુરૂપ કર્તવ્ય કર્મ કરવા માટે પ્રેરણા આપતાં ભગવાન કહે છે, `શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે તે જ પ્રમાણે અન્ય પુરુષ પણ એવાં જ આચરણ કરે છે.’
વાસ્તવિક સ્તર પર મનુષ્યના આચરણ દ્વારા જ તેની સારી સ્થિતિ જાણી શકાય છે. આચરણ બે પ્રકારનાં હોય છે. એક છે સારું આચરણ, જેને સદાચાર કહે છે અને બીજું છે ખરાબ આચરણ જેને દુરાચાર કહે છે.
સદાચાર અને સદ્ગુણોનો પરસ્પર અન્યોન્ય આશ્રિત સંબંધ છે. સદ્ગુણોથી સદાચાર પ્રકટ થાય છે અને સદાચારથી સદ્ગુણ દૃઢ બને છે. એ જ રીતે દુર્ગુણ દુરાચારના પણ પરસ્પર અન્યોન્ય આશ્રિત છે. સદ્ગુણ સદાચાર (સત હોવાથી) પ્રકટ થાય છે. પેદા થતા નથી. `પ્રકટ’ એ તત્ત્વ હોય છે જે પહેલેથી (એક દર્શન રૂપથી) પેદા થાય છે. દુર્ગુણ દુરાચાર સ્વયં મનુષ્યે જ ઉત્પન્ન કર્યા છે, તેથી તેને દૂર કરવાનું ઉત્તરાદાયિત્વ પણ મનુષ્ય પર જ નિર્ભર છે. સદ્ગુણ, સદાચાર કુસંગના પ્રભાવથી દબાઈ શકે છે, પરંતુ નષ્ટ થઈ શકતા નથી. જ્યારે દુર્ગુણ દુરાચાર સત્સંગ વગેરે જેવા સદાચારના પાલનથી સર્વથા નષ્ટ થઈ શકે છે. મનુષ્ય માત્ર સદાચારી હોય તો સદ્ગુણી અને દુરાચારી હોય તો દુર્ગુણથી બને છે, પરંતુ સદ્ગુણી હોવા છતાં પણ વ્યક્તિ સદાચારી હોય તો દુર્ગુણી હોવા છતાં પણ દુરાચારી બને છે, તેથી મનુષ્યે સદ્ગુણોનો સંગ્રહ અને દુર્ગુણોનો દૃઢતાપૂર્વક ત્યાગ કરવો જોઈએ. ભગવાન કહે છે કે, `જો કોઈ દુરાચારી પણ અનન્ય ભાવથી મારું ભજન કરે છે ત્યારે તેને સાધુ જ માનવો જોઈએ.’
શ્રીમદ્ ભગવદ્ગીતા અનુસાર અસત્ સંસારની સત્તા નથી અને સત્ તત્ત્વ (પરમાત્મા)ને અભાવ પણ નથી ભાસતો. (વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત:) વાસ્તવિક તત્ત્વનો ક્યારેય અભાવ અથવા નાશ થતો નથી. આ સત્ તત્ત્વ જ સદ્ગુણો અને સદાચારનો મૂળ આધાર છે.
ભગવાન `સત્’ સ્વરૂપ છે. તેની સાથે જેનો પણ સંબંધ થશે તે સઘળાં `સત્’ થઈ જશે. જેવી રીતે અગ્નિ સાથે સંબંધ થતાં લોખંડ, લાકડું, ઈંટ, પથ્થર, કોલસો આ સઘળાં એકરૂપ બની ચમકવા લાગી જાય છે. એ જ રીતે ભગવાન માટે (ભગવદ્ પ્રાપ્તિના ઉદ્દેશ્યથી) કરવામાં આવેલ નાનાં-મોટાં સઘળાં ને સઘળાં કર્મ સત્ થઈ જાય છે. અર્થાત્ સદાચાર બની જાય છે. શ્રીમદ ભગવદ્ગીતામાં સદાચાર સૂત્રમાં એ જણાવ્યું છે કે જો મનુષ્યનું લક્ષ્ય ઉદ્દેશ્ય કેવળ સત્ પરમાત્મા થઈ જાય તો તેનાં સઘળાં કર્મ પણ `સત્’ અર્થાત્ સદાચાર સ્વરૂપ થઈ જશે, તેથી સત્ સ્વરૂપે અને સર્વત્ર પરિપૂર્ણ સચ્ચિદાનંદ પરમાત્મા તરફ જ પોતાની વૃત્તિ રાખવી જોઈએ.