- અમદાવાદ શહેર અને દસ્ક્રોઇમાં જળ સ્તર ઉંડા ગયા
- ગાંધીનગર, ભચાઉ,ભુજ, વડનગરમાં જળ સ્તર ઉંડા ગયા
- ખેરાલુ, બેચરાજી, વિજાપુર,સતલાસણામાં જળ સ્તર ઉંડા ગયા
રાજ્યમાં ભૂર્ગભ જળના સ્તર અંગે લાંબા સમયથી સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે રાજ્યના 23 તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર ઉંડા ગયા હોવાનો સરકારે આજે વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ભૂગર્ભ જળ સ્તર ઉંડા ગયા છે.
આ અંગે આજે વિધાનસભા ગૃહમાં સરકારને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું કે, રાજ્યના કુલ 23 તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર ઉંડા ગયા છે. જોકે નોંધનીય છેકે, 2002માં 30 તાલુકા હતા જે ઘટીને 23 થયા છે. આ અમદાવાદ શહેર અને દસ્ક્રોઇમાં જળ સ્તર ઉંડા ગયા છે. તેમજ ગાંધીનગર, ભચાઉ,ભુજ, વડનગરમાં જળ સ્તર ઉંડા ગયા છે.
તેમજ જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ધાનેરા, કાંકરેજ, લાખણી, વડગામમાં જળ સ્તર ઉંડા ગયા છે. આ ઉપરાંત દાંતીવાડા, દિયોદર, ડીસા, થરાદમાં જળ સ્તર ઉંડા ગયા છે. જ્યારે ખેરાલુ, બેચરાજી, વિજાપુર,સતલાસણામાં જળ સ્તર ઉંડા ગયા છે. જ્યારે સરસ્વતી,ચાણસ્મા, પ્રાંતિજમાં જળ સ્તર ઉંડા ગયા છે.
રાજ્યમાં ભૂગર્ભજળની સ્થિતિ
જ્યારે બીજી તરફ સરકાર દ્વારા ભૂગર્ભ જળ સ્તરમાં વધારો કરવા માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક છે કેમકે, રાજ્યના 72 ટકા કૂવાઓમાં ભૂગર્ભજળ સ્તર કરતાં 5 થી 10 મીટર સુધી પાણી નીચે ઉતર્યાં છે. જેના કારણે ગામડાઓમાં કૂવામાંથી પાણી મેળવવુ મુશ્કેલ બન્યુ છે.


