- કેન્દ્ર સરકારનાં કાર્યાલયોમાંથી આૃર્યજનક રીતે 96 લાખ ફાઇલો દૂર કરાઇ
- સરકારના આ અભિગમને કારણે 355 લાખ ચોરસ ફૂટ કરતાં વધારે જગ્યા ખાલી થઇ
- આ વર્ષે ઓક્ટોબરમાં એક મહિનાના અભિયાનથી મળેલા 557 કરોડ રૂપિયા પણ સામેલ છે
ઓક્ટોબર 2021થી સરકારે સ્ક્રેપના વેચાણથી લગભગ 1,163 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં આ વર્ષે ઓક્ટોબરમાં એક મહિનાના અભિયાનથી મળેલા 557 કરોડ રૂપિયા પણ સામેલ છે. એક સરકારી રિપોર્ટમાં કહેવાયું છે કે ઓક્ટોબર 2021થી કેન્દ્ર સરકારના કાર્યાલયોમાંથી આૃર્યજનક રીતે 96 લાખ ફિઝિકલ ફાઇલો હટાવી દેવાઇ હતી, જેનાથી કુલ 355 લાખ ચોરસ ફૂટ જગ્યા ખાલી થઇ હતી અને તેના કારણે કામના સ્થળે હોલવેને સાફ કરી દેવાયો હતો અને ખાલી પડેલી જગ્યાનો મનોરંજન કેન્દ્ર અને અન્ય લાભકારી ઉપયોગો માટે ઉપયોગ કરાયો છે. ભારતના સફળ ચંદ્રયાન મિશન પાછળ 600 કરોડનો ખર્ચ થયો છે. અને આ અંદાજ પ્રમાણે જોઇએ તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જૂની કારો, ખરાબ થયેલા ઓફિસ ઉપકરણો અને ફાઇલો સહિતનો કચરો વેચીને ચંદ્રયાનના બે મિશનને સરળતાથી નાણાં ઉપલબ્ધ કરાવી શકે છે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સરકાર વ્યાપક સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે અને સ્ક્રેપના વેચાણથી 1163 કરોડની આવકથી જાણી શકાય છે કે વહીવટી સુધાર અને જન ફરિયાદ વિભાગે આ પહેલનું નેતૃત્વ કર્યુ છે.
ચાલુ વર્ષે સ્ક્રેપના વેચાણથી 556 કરોડની કમાણી
આ વર્ષે સ્ક્રેપના વેચાણથી સરકારને 556 કરોડ મલ્યા છે. તેમાં એકલા રેલવે મંત્રાલયે લગભગ 225 કરોડની કમાણી કરી છે. સંરક્ષણ મંત્રાલયે 168 કરોડ અને પેટ્રેલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે 56 કરોડની કમાણી કરી છે. કોલસા મંત્રાલયને 34 કરોડની કમાણી થઇ છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે જારી કરાયેલી કુલ 164 લાખ ચોરસ ફૂટ જગ્યામાં સૌથી વધારે કોલસા મંત્રાલય (66 લાખ ચોરસ ફૂટ), હેવી ઉદ્યોગમંત્રાલય (21 લાખ ચોરસ ફૂટ) અને કોલસા મંત્રાલય (21 લાખ ચોરસ ફૂટ)માં જારી કરાઇ હતી.


