- કેન્દ્રીય નાણાં મંત્રાલયે કરી સત્તાવાર નોટિફિકેશન દ્વારા જાહેરાત
- 15% ઇમ્પોર્ટ ડયુટીમાં 10% BCD અને 5% AIDC સામેલ
- સોશિયલ વેલ્ફેર સરચાર્જ માંથી મુક્તિ આપવામાં આવશે
કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોના, ચાંદી અને કિંમતી ધાતુઓના સિક્કાઓ પર લાગતી ઇમ્પોર્ટ ડયુટીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે હાલની 10%ની ઇમ્પોર્ટ ડયુટી વધારીને 15% કરી દીધી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન અનુસાર, સોના-ચાંદીની ધાતુઓ અને કિંમતી ધાતુઓની ઇમ્પોર્ટ ડયુટી હવે 15 ટકા રહેશે. તેમ 10% બેઝિક કસ્ટમ ડયુટી (BCD) અને 5% AIDC (એગ્રિકલ્ચરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ) સામેલ છે.
હવે તેને સોશિયલ વેલ્ફેર સરચાર્જ (SWC)માંથી મુક્તિ આપવામાં આવશે. મંત્રાલયે કિંમતી ધાતુઓ ધરાવતા વપરાયેલા ઉત્પ્રેરક પરની આયાત ડ્યૂટી પણ વધારી છે. આયાત ડ્યુટીમાં SWSમાંથી મુક્તિ મળશે પરંતુ આ હેઠળ 10% બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (BCD) અને 4.35% AIDC (એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ) ચૂકવવાપાત્ર રહેશે, જેના કારણે તેને વધારીને 14.35% કરવામાં આવ્યો છે. નોટિફિકેશન અનુસાર, આયાત ડ્યૂટીના નવા દર 22 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે.


