- રાજ્ય અને અન્ય રાજ્યના કેટલા આગેવાનો હતા તે માહિતી મંગાવી
- સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓની ચાંપતી નજર
- રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો
ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામેના રોષ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગઈકાલની સભાને લઈ સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. તેમાં રાજ્ય અને અન્ય રાજ્યના કેટલા આગેવાનો હતા તે માહિતી મંગાવામાં આવી છે. તેમજ કયા કયા રાજવીઓ સંમેલનમાં હતા તે માહિતી મંગાવાઈ છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓની ચાંપતી નજર છે.
રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો
રાજકોટ ક્ષત્રિય સમાજની મહાસભાને લઈ સરકાર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી છે. રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ઉપસ્થિત હતા તેની તમામ જાણકારી આપવામાં આવશે. ગીરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડીયા, હાટી દરબાર ઉપરાંત કઈ કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યા તે વિશે તપાસ કરાઇ રહી છે. આઈબી સહિતની એજન્સીઓ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.
ટોચના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ચાંપતી નજર
સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ચાંપતી નજર હતી. જેમાં ઘણા લાંબા સમય બાદ રાજકોટના મહાસંમેલનમાં એક સાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સૂરે ભેગા થયા હતા. સહકારી અગ્રણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે એક સાથે શાસ્ત્રી મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા કર્યા હતા. બાદમાં એક પણ રાજકીય આગેવાન આટલી મોટી સંખ્યામાં જનમેદની એકઠું કરી શક્યા નથી.
પરશોત્તમ રૂપાલાને ઉમેદવારી પરત ખેંચવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ
પરશોત્તમ રૂપાલાને ઉમેદવારી પરત ખેંચવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. જેમાં 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં નિર્ણય કરાયો છે. ફોર્મ પરત નહી ખેંચે તો અમદાવાદમાં સંમેલન મળશે. તેમાં અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરાશે. જેમાં સમગ્ર દેશભરમાંથી ક્ષત્રિય એકત્રિત થશે તથા રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની ક્ષત્રિય સમાજની માગ યથાવત છે.


