- 3 દિવસનું પ્રિ – વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે
- બોલીવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા
- અર્જુન કપુર, રણવીર કપુર, આલિયા ભટ્ટ જામનગરમાં
જામનગરમાં અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન શરૂ થશે. 3 દિવસનું પ્રિ-વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે. તેમાં બોલીવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા છે. ત્યારે આજે મુકેશ અંબાણીના મોટા પુત્ર અને વરરાજા અનંત અંબાણીના મોટા ભાઈ આકાશ અંબાણી જામનગર એરપોર્ટ પહોંચ્યા છે. જે સાથે જ સુરક્ષા વ્યવસ્થાથી લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ફિલ્મ સ્ટાર પહોંચ્યા જામનગર
આ સાથે જ આજે બોલિવુડ સ્ટાર્સ પણ જામનગરના મહેમાન બની રહ્યા છે. જેમાં આજે અર્જુન કપુર, રણબીર કપુર, આલિયા ભટ્ટ જામનગરમાં પહોંચ્યા છે. તેમજ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મહેમાનોનું ગુજરાતી સ્ટાઈલમાં રાસ ગરબાથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાસની રમઝટથી વિદેશી મહેમાનો ખુશખુશાલ જોવા મળ્યા હતા. કેટલાક વિદેશી મહેમાનો ગરબાના તાલે ડોલ્યા હતા. જેમનું ભવ્ય સ્વાગ્ત કરવામાં આવ્યું છે.
1 માર્ચ શુક્રવારથી 3 માર્ચ રવિવાર સુધી ત્રણ દિવસ પ્રિ-વેડિંગ ઉજવાશે. હાલ અત્યાર સુધીમાં શાહરુખ ખાન, જાનવી કપૂર, સલમાન ખાન, મિસ વર્લ્ડ માનુસી છીલ્લરથી લઈ અમિતાભ બચ્ચન પરિવાર સાથે જામનગર પહોંચી ગયા છે. આ ઉપરાંત ફેશન ડિઝાઇનર સાથે અન્ય પણ સેલિબ્રિટી આવી પહોંચ્યા છે.
આંતરરાષ્ટ્રીય મહાનુભવો આપશે હાજરી
આ સાથે જ ત્રણ દિવસના ઉત્સવમાં જામનગરમાં દેશ-દુનિયામાંથી માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, ઈવાન્કા ટ્રમ્પ સહિતની સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવ્યા છે. જેઓ માટે ખાસ ફ્લાઈટ્સની પણ વ્યવસ્થા કરી છે. આ પ્રી-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે અને ભારતીય ભોજનનો સ્વાદ પણ માણશે.

પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
અંતન અંબાણી તથા રાધિકાના પ્રિ-વેઈડિંગ સેરેમનીમાં દેશ-વિદેશથી બિઝનેસનમેન, હોલિવૂડ-બોલિવૂડ સ્ટાર્સ તેમજ સિંગર્સ સહિતના સેલેબ્સ જામનગર પધારી રહ્યા છે. જેના પલગે 25 ફેબ્રુઆરીથી જ જામનગરની તમામ મોટી હોટેલ્સ તેમજ રિસોર્ટ મહેમાનો માટે બૂક કરી દેવાઈ છે. સાથે જ મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. એરપોર્ટથી મહેમાનોને રિલાયન્સ ટાઉનશીપ તેમજ અન્ય હોટેલ-રિસોર્ટ મુકવા માટે સ્પેશિયલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યારે ખાસ ગેસ્ટ માટે વનતારાની ડિઝાઈનવાળી મર્સિડીઝ કારનો કાફલો એરપોર્ટ પર તૈનાત કરી દેવાયો છે. આ ઉપરાંત VVIP માટે 150 ફાઇવ સ્ટાર બંગલા બનાવવામાં આવ્યાં છે. 900 થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


