અમદાવાદમાં આજે મોઢેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધોમધખતા તાપમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે IPLની મેચ યોજાશે. નરેન્દ્રમોદી સ્ટેડીયમમાં GT vs DCની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અત્યારે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર છે. ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં યોજાનાર આઈપીએલની મેચને લઈને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આકરો તાપ છતાં ક્રિકેટ રસિકોના પારો આસમાને
શહેરમાં ગરમીનો પ્રકોપ હોવા છતાં ક્રિકેટ રસિકોના પારો આસમાને જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ આજની મેચને લઈને તમામ ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સિઝનમાં અગાઉ રમાયેલ મેચ વખતે ગરમીના તાપના કારણે કેટલાક ક્રિકેટ રસિકોને સ્વાસ્થ્યને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને એટલે જ આજની મેચમાં વહીવટીતંત્ર દ્વારા મેચ દરમ્યાન સ્ટેડિયમમાં 7 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે તેમજ આ તમામ એમ્બ્યુલન્સમાં અંદાજે કુલ 33 વ્યક્તિઓનો સ્ટાફ હાજર રહેશે. આ ઉપરાંત ક્રિકેટ રસિકો માટે મેચ દરમ્યાન સન-ફેસિંગ સ્ટેન્ડમાં સન સ્ક્રીન અને સન વાઇઝર સાથે મિસ્ટ ફેન પૂરા પડાશે. તેમજ સ્ટેડિયમમાં પ્રેક્ષકો માટે વિના મૂલ્યે પીવાનું પાણી અને ORSના પાઉચ સહિત મોબાઇલ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે બરાબરીનો જંગ
આજે અમદાવાદમાં બપોરે બપોરે 3:30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે બરાબરીનો જંગ જામશે. ગુજરાત ટાઈટન્સને તેના ઘરઆંગણે હરાવવા માટે દિલ્હી કેપિટલ્સે જોરદાર તૈયારી કરી છે. બંને ટીમો તેમની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન મેદાનમાં ઉતારશે. ગુજરાતનો અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો કપ્તાન બન્યો છે. કપ્તાન તરીકે અક્ષર પટેલનું ફોર્મ સારું રહ્યું છે. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ વધુ સારું પ્રદર્શન કરી રહી છે. આજની મેચમાં ગુજરાત ટાઈન્સમાં દાસુન શનાકાનો સમાવેશ ગ્લેન ફિલિપ્સના બદલામાં થયો છે. ગ્લેન ફિલિપ્સ ઇજાના કારણે આઈપીએલની આખી સિઝનમાંથી બહાર થયો છે.
ગુજરાત ટાઇટન્સમાં આ ક્રિકેટરોના સમાવેશ સંભાવના
સાઇ સુદર્શન, શુભમન ગિલ, કુમાર કુશાગરા, શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાઇ કિશોર, સિરાજ અને પ્રસીદ કૃષ્ણ.
દિલ્હી કેપિટલ્સમાં સંભવિત પ્લેયર
જેક ફ્રેઝર મેકગર્ક, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ અને મુકેશ કુમાર.


