- અરજદારનું મોત થતા HCએ ટ્રાયલ કોર્ટને કર્યો નિર્દેશ
- લતીફના પુત્ર મુસ્તાક અહેમદે કર્યો હતો બદનક્ષીનો દાવો
- અરજદારના મૃત્યુ બાદ અરજી ન ટકી શકેઃ HC
2017માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન થયેલા એક વ્યક્તિના મોતના મામલે શાહરુખ ખાનને ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. મળતી માહિતી મુજબ, બોલિવુડના અભિનેતા શાહરુખ ખાન પર બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને રાહત છે. અરજદારનું મોત થતા 13 જુલાઇ સુધી અરજીનો નિકાલ કરવા HCએ ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો છે.
બોલિવુડના અભિનેતા શાહરુખ ખાનને HCની રાહત
- બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને મળી રાહત
- અરજદારનું મોત થતા HCએ ટ્રાયલ કોર્ટને કર્યો નિર્દેશ
- 13 જુલાઇ સુધી અરજીનો નિકાલ કરવા માટે કર્યો નિર્દેશ
- અરજદારના મૃત્યુ બાદ અરજી ન ટકી શકેઃ HC
- લતીફના પુત્ર મુસ્તાક અહેમદે કર્યો હતો બદનક્ષીનો દાવો
- શાહરુખ ખાનની રઇશ ફીલમ મુદે હતો બદનક્ષીનો દાવો
- હાઇકોર્ટએ વારસદારોને અરજદાર બનવા પર લગાવી રોક
2017એ શું બની હતી ઘટના?
વડોદરા સ્ટેશને 23 જાન્યુ. 2017ના રોજ રાત્રે 10 વાગ્યે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. ટ્રેનના કોચ નંબર A-4માં, કે જ્યાં તેનું બુકિંગ ન હતું, છતાં ત્યાંથી પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ હતો. ફિલ્મ અભિનેતાએ થોડો સમય વડોદરામાં રોકાણ કર્યું હતું. અભિનેતાના શાહરૂખ ખાનના આગમનથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પ્રસંશકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ વખતે અભિનેતા શાહરૂખે ઉમટેલી ભીડ તરફ પોતાનું ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, આ બાદ તુરંત જ અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.


