- આજે રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું
- રાજ્યમાં 5 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે યથાવત્
- સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ લોકસભાની ચૂંટણીમાં વર્તાશે. જેમાં મતદાનના દિવસે પારો 41થી 42 ડિગ્રી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં 5 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.
આજે રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું
આજે રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે. તેમજ અમદાવાદ 40.6 અને ગાંધીનગર 40.7 ડિગ્રી તાપમાન છે. તેમજ વડોદરા 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.5 ડિગ્રી તથા કચ્છ 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તથા જૂનાગઢ 40.1 ડિગ્રી, ભાવનગર 40.4 ડિગ્રી તથા સુરેન્દ્રનગર 40.5 ડિગ્રી, વલસાડ 41.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. પોરબંદર, દીવ, કચ્છ, ભાવનગર, વલસાડમાં હિટવેવની અસર રહેશે.
7મી મે 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહેશે
7મી મે 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહેશે. બીજી મેના રોજ દીવ અને પોરબંદરમાં હીટવેવની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહી શકે છે. જ્યારે ત્રીજી મે અને ચોથી મેના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ,કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમદાવાદ અને આણંદમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે.


