- પાલડી ભઠ્ઠા રામજી મંદિરથી નીકળશે શોભાયાત્રા
- લો-ગાર્ડન સમર્થેશ્વર મહાદેવ ખાતે યાત્રાનું સમાપન થશે
- સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયું શોભાયાત્રાનું આયોજન
આજે અક્ષય તૃતિયાનો પવિત્ર તહેવાર છે. જેમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન પરશુરામ જયંતી ઉજવાશે. તેમાં અમદાવાદમાં ઠેર-ઠેર શોભાયાત્રા નીકળશે. જેમાં પાલડી ભઠ્ઠા રામજી મંદિરથી શોભાયાત્રા નીકળશે. તથા લો-ગાર્ડન સમર્થેશ્વર મહાદેવ ખાતે યાત્રાનું સમાપન થશે. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું છે.
આજે હર્ષોલ્લાસ સાથે ભગવાન પરશુરામ જયંતી ઉજવાશે
આજે હર્ષોલ્લાસ સાથે ભગવાન પરશુરામ જયંતી ઉજવાશે. જેમાં શહેરમાં ઠેર ઠેર શોભા યાત્રા નીકળશે તેમજ આજે અક્ષય તૃતિયા પર્વ પર વણજોયું મુહૂર્ત છે. તેમાં સોનાના દાગીનાની ખરીદી માટેનો ઉત્તમ દિવસ છે. ભાવ આસમાને હોવાથી ખરીદી ઓછી થવાની સંભાવના છે. તેમાં રાજકોટના ઝવેરીઓને આજે ઘરાકી થશે તેવી આશા છે. તેમજ સોનાના ભાવ આસમાને હોવાથી અક્ષય તૃતીયાના દિવસે સોનાના દાગીનાની ખરીદીને નબળો પ્રતિસાદ મળવાની સંભાવના છે. તેમજ ઊંચા ભાવ હોવાથી લગ્નસરાની ખરીદી ઉપર પણ અસર થઈ રહી છે.
શુભ કાર્યની શરૂઆત કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવતું નથી
અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવા માટે શુભ સમય જોવામાં આવતો નથી. એવું પણ માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવતું નથી.


