- ગ્રાહકની ફરિયાદ બાદ જાગ્યુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ
- અંકલેશ્વરમાં ડિસન્ટ હોટલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ
- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ પૃથ્થકરણ અર્થે મોકલ્યા
ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાગ્યુ છે. જેમાં અંકલેશ્વરમાં ડીસન્ટ હોટલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ શરૂ થઇ છે. તેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ પૃથ્થકરણ અર્થે મોકલ્યા છે. જેમાં પનીર, ચટણી સહિત ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોટલ ડીસન્ટના સંચાલકોને નોટિસ પાઠવશે
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોટલ ડીસન્ટના સંચાલકોને નોટિસ પાઠવશે. જેમાં અંકલેશ્વરની ડીસન્ટ હોટલમાં સેન્ડવીચમાંથી મકોડો નીકળવાના મામલે કાર્યવાહી થઇ છે. ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા આજરોજ અંકલેશ્વરની ડિસન્ટ હોટલ ખાતે આવીને તપાસ હાથ ધરી છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પનીર સહિત વિવિધ ચટણી અને બનાવેલા ખાદ્ય પદાર્થના સેમ્પલ લઈને તપાસ આરંભી છે. તેમજ આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાલ હોટલ ડિસેન્ટના સંચાલકોને નોટિસ આપવાની પણ કવાયત હાથધરી છે.
જાણો સમગ્ર ઘટના:
ભરૂચના હેલીઓસ પિઝા અને ખોડિયાર કાઠિયાવાડીમાં પીરસાયેલા ભોજનમાંથી કીડા નીકળ્યાં બાદ હવે અંકલેશ્વરમાં સેન્ડવિચમાંથી મંકોડા નીકળ્યાંની ઘટના સામે આવી છે. વાલિયા ચોકડી નજીક આવેલી ડીસન્ટ હોટલમાં એક વ્યક્તિ જમવા માટે ગયા હતા અને સેન્ડવીચનો ઓર્ડર કર્યો હતો. સેન્ડવીચ આવતા જ તેને જોતાં અંદર મકોડા જોવા મળ્યા હતા.


