- એજન્ટોની માયાજાળ અમેરિકામાં પણ હોવાનું સામે આવ્યું
- એજન્ટોના વકીલો અમેરિકામાં કરતા કામ હતા
- અમેરિકામાં સ્થાયી થવા સુધીનું કામ વકીલ કરતા હતા
ફ્રાન્સથી કબૂતરબાજીમાં પકડાયેલા ફ્લાઈટમાં મોટો ખુલાસો સામે આવ્યા છે. જેમાં રાજ્યની CID ક્રાઇમે 14 એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસને આગળ વધારી દીધી છે. આ હેઠળ તપાસ દરમિયાન ગેરકાયદે અમેરિકા પ્રવેશ કરાવવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. એટલું જ નહીં એવું પણ સામે આવી રહ્યું છેકે, એજન્ટોની માયાજાળ અમેરિકામાં પણ હોવાનું સામે આવ્યું છે.
અમેરિકાના વકીલોની સંડોવણી
તપાસ દરમિયના સૌથી મોટો ખુલાસો થતાં જાણવા મળ્યું છેકે, કબૂરતબાજીમાં વિવિધ એજન્ટોની માયાજાળ છે. જેમાં અમેરિકા અને વિદેશમાં પણ લોકો ઓપરેટ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. તેમજ એજન્ટોના વકીલો અમેરિકામાં કામ કરતા હતા. તેમજ અમેરિકામાં સ્થાયી થવા સુધીનું કામ વકીલ કરતા હતા તેવી માહિતી સામે આવી છે.
આ સાથે જ CID ક્રાઈમે જણાવ્યું કે, વિવિધ વકીલોની ટીમે કોઇ કબૂતરબાજીમાં પકડાય તો છોડવવાનું કામ કરતા હતા. તેમજ અમેરિકામાં સ્થાયી થવા સુધીનું કામ વકીલ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ માટે IPCની કમલ 120-B, 201 અને 370 મુજબ ગુનો દાખલ કર્યો છે.
એજન્ટોના નામ સામે આવ્યા
કબૂતરબાજીમાં કાવતરૂ ઘડવું, પુરાવાનો નાશની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે. આ વચ્ચે જગ્ગી પાજી, કિરણ પટેલ, રાજુ નામના એજન્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચંદ્રેશ પટેલ, જોગીન્દર સિંઘ, શેમ પાજી સામે ગુનો દાખલ થયો છે તો સલીમ દુબઇ, ભાર્ગવ દરજી, સંદિપ પટેલ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેની સાથે જ પિયુષ બારોટ, રાજા મુંબઇ, જયેશ પટેલ સામે ગુનો દાખલ કરી હતી. CID ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.


