- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સતત યુદ્ધ વધુ ઉગ્ર
- આતંકીઓને ખતમ કરવા સર્ચ ઓપરેશન યથાવત
- “શકમંદોએ વધુ મોટા હુમલાની યોજના બનાવી”
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલની સેના જમીની સ્તર પર આવી ગઈ છે અને હમાસના આતંકવાદીઓને તેમના મૂળમાંથી ખતમ કરી રહી છે. ગાઝાની હોસ્પિટલોમાં પણ ઈઝરાયેલની સેના હમાસના આતંકવાદીઓને શોધવા અને મારવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેલ્લા એક મહિનાથી વધુ સમય થયો છે. જેમાં ખાસ કરીને યુદ્ધમાં દરેક પસાર થતા દિવસ સાથે, ઇઝરાયેલની સેના આતંકવાદીઓને ખતમ કરવામાં વધુ કડક પગલા લઇ રહી છે. જમીની સ્તરે પહોંચેલી ઈઝરાયેલની સેના હમાસને જડમૂળથી ખતમ કરવા મક્કમ છે.
બુધવારે ત્રણ શંકાસ્પદ પેલેસ્ટિનિયન હુમલાખોરોએ જેરુસલેમ અને પશ્ચિમ કાંઠાના શહેર બેથલેહેમ વચ્ચેના રસ્તા પરની એક ચેકપોઇન્ટ પર ઇઝરાયેલી દળો પર ગોળીબાર કર્યો હતો.આ ગોળીબારમાં ઇઝરાયેલી સુરક્ષા દળોના છ સભ્યો ઘાયલ થયા હતા. આ માહિતી ઈઝરાયેલ પોલીસે આપી હતી. ઇઝરાયેલના પોલીસ વડા યાકોવ શબતાઇએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે શકમંદોએ વધુ મોટા હુમલાની યોજના બનાવી હતી.
શબતાઈએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે, શંકાસ્પદ બેથલહેમની દિશામાંથી એક વાહનમાં આવ્યા હતા અને જ્યારે ઈઝરાયલી દળોએ તેમની પૂછપરછ શરૂ કરી ત્યારે ગોળીબાર કર્યો હતો. જોકે ઈઝરાયેલી દળોએ ગોળીબાર કર્યો ત્યારે તેઓ માર્યા ગયા હતા.


