- યુવકે ડિપ્રેશનમાં આપઘાતના ઈરાદે કાપ્યુ હતુ ગળુ
- ડિંડોલી પોલીસની તપાસમાં થયો મોટો ખુલાસો
- યુવકે આપઘાત છૂપાવવા લૂંટની વાત ઉપજાવી હતી
સુરતના ડિંડોલીમાં યુવકનું ગળું કપાવા મુદ્દે ખુલાસો થયો છે. જેમાં યુવકે ડિપ્રેશનમાં આપઘાતના ઈરાદે ગળુ કાપ્યુ હતુ. તેમાં ડિંડોલી પોલીસની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે. યુવકે આપઘાત છૂપાવવા લૂંટની વાત ઉપજાવી હતી. તેમાં 27 જાન્યુઆરીએ લૂંટની ઘટનાની ફરિયાદ કરી હતી.
પારિવારિક કારણોસર ડિપ્રેશનમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
પારિવારિક કારણોસર ડિપ્રેશનમાં યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં શહેરમાં યુવકનું ગળુ કાપી નાખવાના મામલે ડીંડોલીની ફીડ લવર રેસ્ટોરન્ટના બનાવમાં ઘટસ્ફોટ થયો છે. તેમાં ડિપ્રેશનમાં આપઘાતના ઈરાદે ગળુ કાપ્યું હતુ. ગળુ કાપી લેનારા યુવકે લૂંટની વાત ઉપજાવી કાઢી હતી. ડીંડોલીમાં મધુરમ સર્કલ પાસે આ બનાવ હતો. તેમાં 27મી જાન્યુઆરીએ લૂંટની ઘટના ઘડી હોવાની ફરિયાદ હતી.
ડિંડોલી પોલીસની તપાસમાં આ ખુલાસો સામે આવ્યો
હોટલના કારીગર કિશુન ચેતલાલ રવિદાસની પુછપરછ કરાઈ હતી. તેમાં યુવકે તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ગંભીર ઇજા કરી હતી. જેમાં પારિવારિક કારણોસર તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેમજ આપઘાતની વાત છૂપાવવા માટે લૂંટની વાત ઉપજાવી કાઢી હતી જેમાં ડિંડોલી પોલીસની તપાસમાં આ ખુલાસો સામે આવ્યો છે.


