- તંત્ર દ્વારા રસ્તો ફાળવવાનો નિર્ણય લેવાયો
- ખેતરમાં આવવા જવા માટે ખેડૂતોને મુશ્કેલી પડતી હતી
- અમદાવાદ થી બહુચરાજી જતી રેલવે લાઈનનું હાલ કામ ચાલી રહ્યું
અમદાવાદ થી બહુચરાજી જતી રેલવે લાઈનનું હાલ કામ ચાલી રહ્યું છે ત્યારે છત્રાલ પાસે રેલવે દ્વારા ગરનાળુ બનાવવામાં આવ્યું છે. પણ અહી ખેતરમાં આવવા જવા માટે ખેડુતોને રસ્તા નો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જે બાબતે તેઓએ રજુઆત કરતા તેનો સુખદ ઉકેલ આવ્યો છે. અને તંત્ર દ્વારા રસ્તો ફાળવી આપવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સાબરમતી અમદાવાદથી બહુચરાજી રેલવે લાઈનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે છત્રાલ ગામે રેલવે તંત્ર દ્વારા ગરનાળું બનાવવામાં આવ્યું છે. પણ ગરનાળાની આસપાસના રસ્તા બાબતે પ્રશ્ન ઉભો થવા પામ્યો હતો. ખેડુતોને ખેતરમાં આવવા જવા માટે અન્યના ખેતરમાંથી જવું અને આવવું પડે તેમ હતું. જેથી ભવિષ્યમાં મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય તેવા હતા. જેના કારણે તેઓએ ગરનાળાની પાસે રસ્તો આપવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે તંત્ર દ્વારા રજુઆતોને ધ્યાને લઈને સ્થળ ઉપર એન્જિનિયર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ખેડુતોની રજુઆતો ધ્યાને લઈને ગરનાળાની પાસેજ રસ્તો ફાળવી આપવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ગરનાળાની પાસે રસ્તો ફાળવી આપવામાં આવતા ખેડુતોના પ્રશ્નો સુખદ ઉકેલ આવ્યો હતો.


