- ઉડતી ધૂળથી રાહદારીઓ-વાહનચાલકો હેરાન થતાં હતા
- ધૂળ ઘરોમાં અને દુકાનોમાં ઉડતા લોકોને અને વેપારીઓને ભારે મુશ્કેલી પડતી હતી
- ઘરોમાં ભરાતી ધૂળ સાફ્ કરવાનો પ્રજાએ વારો આવતો હતો
છોટાઉદેપુર નગરમાં જાહેર માર્ગો પર ઘણા દિવસોથી ધૂળ ધૂળ જોવા મળતી હતી રસ્તા પર ચોટેલી ધૂળ વાહનોની અવરજવર થતા ઉડતી જોવા મળતી હતી. સ્થાનિક રહીશોના ઘરમાં ભરાઈ જતી હતી જેના કારણે પ્રજાના સ્વાસ્થ્ય અને પણ જોખમ હતું સાથે સાથે ઘરોમાં ભરાતી ધૂળ સાફ્ કરવાનો પ્રજાએ વારો આવતો હતો જે સમાચાર વર્તમાન પત્રમાં પ્રકાશિત થતા નગર પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તા પર પડેલી ધૂળ સાફ્ કરવાની કામગીરી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ શિયાળાનું મહલ હોય અને કોરું વાતાવરણ હોય જેના કારણે નગરના રસ્તા પર ચોટેલી ધૂળ વાહનોના અવરજવરને કારણે ઉડતી જોવા મળે છે જ્યારે મુખ્ય માર્ગની આસપાસ રહેતા રહીશો મા ફરીયાદ ઉઠતી હતી કે આ ધૂળ ઉડીને અમારા ઘરોમાં ભરાય છે પરંતુ તેને સાફ્ કરાતી નથી
છોટાઉદેપુરમાં ધૂળ સાફ કરાતા આનંદ
છોટાઉદેપુર નગરપાલિકા ચીફ્ ઓફ્સિર ભાવિન બરજોડ જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગરમાં રસ્તા ઉપર પડેલી ધૂળ વધુ હોય અને જે રસ્તા પર ઉડતી હોય તે સમસ્યા અમારા ધ્યાને આવી હતી જેને તાત્કાલિક સાફ્ કરાવવાની કામગીરી હાથ ધરાઇ છે.


