- મસ્જિદની અંદર એક સમયે એક લાખથી વધુ લોકો આવી શકે
- મસ્જિદની અંદર હેલિકોપ્ટર લેન્ડિંગ પેડ
- વિશ્વની ત્રીજી સૌથી મોટી મસ્જિદ
અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાજીદ તેબ્બુને આફ્રિકાની સૌથી મોટી મસ્જિદ જામા અલ-જાઝૈરનું ખૂબ જ ધામધૂમથી ઉદ્ઘાટન કર્યું.જો કે આ મસ્જિદ માત્ર 5 વર્ષ પહેલા જ ખોલવામાં આવી હતી, પરંતુ હવે તેનું બાકીનું કામ પૂર્ણ થઈ ગયું છે. સાઉદી અરેબિયાની મક્કા મસ્જિદ અને મસ્જિદ-એ-નબવી પછી તે છે. આ મસ્જિદમાં બનેલો મિનારો વિશ્વનો સૌથી ઊંચો મિનાર છે, જે કુતુબ મિનાર કરતાં લગભગ 4 ગણો ઊંચો છે. આ મસ્જિદ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દેલ અઝીઝ બૌતેફ્લિકાની ડ્રીમ પ્રોજેક્ટ હતી.પરંતુ 20 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ 2019માં અલ્જીરિયામાં થયેલા વિરોધને કારણે તેમણે રાજીનામું આપવું પડયું અને તેઓ આ મસ્જિદનું ઉદ્ઘાટન કરી શક્યા ન હતા.
મસ્જિદ શા માટે ખાસ
આ મસ્જિદ ચીનની એક કંપની દ્વારા બનાવવામાં આવી છે. તેને નવા આર્કિટેક્ચર અને અલ્જેરિયાની પરંપરાને જોડીને ડિઝાઇન કરવામાં આવી છે. તેનું કામ 2010 માં શરૂ થયું હતું અને 14 વર્ષ પછી આ વિશાળ મસ્જિદ પૂર્ણ થઈ હતી. તેની અંદર એક સમયે લગભગ 1,20,000 ઉપાસકો આવી શકે છે, તેની લાઇબ્રેરીમાં લગભગ 10 લાખ પુસ્તકો છે, અને હેલિકોપ્ટર લેન્ડિંગ પેડ પણ છે.દરમિયાન, મુસ્લિમ ઉલેમાના વર્લ્ડ યુનિયનના જર્નલ સેક્રેટરી અલી મોહમ્મદ સલાબીએ જણાવ્યું હતું કે,ઉદ્ધાટન મુસ્લિમોને ભલાઈ અને મધ્યસ્થતા તરફ લઈ જશે.અલ્જેરિયાએ 1990ના દાયકામાં તેના લોહિયાળ ગૃહ યુદ્ધ પછી ઇસ્લામના મધ્યમ સ્વરૂપને પ્રોત્સાહન આપ્યું છે. આ મસ્જિદ પણ આધુનિક ડિઝાઇન સાથે બનાવવામાં આવી છે. આ વિશાળ મસ્જિદ બનાવવા માટે લગભગ $898નો ખર્ચ થયો છે.
વિવાદોથી ઘેરાયેલી મસ્જિદનું બાંધકામ
આ મસ્જિદ તેના વિશાળ સ્વરૂપ ઉપરાંત તેના કામમાં વિલંબને કારણે પણ ચર્ચામાં રહી છે. આ સિવાય આ મસ્જિદ બનાવવા માટે જગ્યાની પસંદગી પર પણ સવાલો ઉભા થયા છે. કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે મસ્જિદની જગ્યા ધરતીકંપના જોખમો માટે સુરક્ષિત નથી. જો કે સરકારે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. બાંધકામમાં વિલંબ અને ખર્ચમાં વધારો વારંવાર અલ્જેરિયાના લોકોના ગુસ્સાને ઉત્તેજન આપે છે. કેટલાક લોકોએ કહ્યું કે તેઓ આ કિંમતે દેશમાં 4 હોસ્પિટલો બનાવવા માંગે છે.


