જીંદગીના છેલ્લા શ્વાસ સુધી રામકામ કરવું છે: મોરારિબાપુ
જીંદગીના “મોજા“ ને પહોંચાય પણ “વેજા “ને ન પોગાય !!
જીવનમાં છંદબધ્ધતા જરૂરી છે, સ્વચ્છંદતા નહીં
“હું છું “ તો છે જ પણ “તું છે “ એ પણ સ્વીકારો
વિશ્વશાંતિ કેન્દ્ર-અહિંસા વિશ્વભારતી-દિલ્હી દ્વારા યોજીત રામકથા “માનસ સનાતન ધર્મ“ના પાંચમા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતા પ્રિય બાપુએ કહયું હતું કે- આજે લોકભારતી-સહોસરાના અરૂણદાદા (અરૂણભાઇ દવે) દ્વારા એક સરસ પ્રકલ્પ-યોજના તૈયાર થઇ છે. તેનો મંગલ પ્રારંભ થયો અને આ પ્રકલ્પને RAAM-Rising Apostles for Ahinsa and martri-એવું નામ આપ્યું છે. અને એના દ્વારા સો RAAM વાડી વિકસીત થશે. મારી વ્યાસ વાટીકાના ફલાવર્સને અરૂણભાઇ નિમંત્રણ આપવા આવ્યા છે. વિશાલ ભાદાણી અને જયદેવ માંકડ તથા સૌ કાર્યકરો આ પ્રકલ્પમાં જોડાયેલા છે. એની પ્રસન્નીય છે. અરૂણદાદા દ્વારા આ ગાંધીકર્મ અને રામકર્મનો અરૂણોદય થયો છે.
આ પ્રકલ્પ અંગે લોકભારતી વિશ્વ વિદ્યાલયના કુલનાયક વિશાલ ભાદાણીએ સંક્ષિપ્ત જાણકારી આપી હતી અને અરૂણભાઇ દવે એ RAAM પ્રકલ્પનો વિચાર બાપુની રામકથા માંથી આવ્યો છે. એની ભૂમિકા આપી હતી. બાપુના વરદહસ્તે RAAM પ્રકલ્પની રૂપરેખાની પુસ્તીકા (બ્રોસર)નું લોકાર્પણ થયું હતું… બાપુએ કવિ સ્નેહી પરમારની એક ગઝલના કેટલાક શેરનું પઠન કરતા કહયું કે-આજે કવિ સંજુ વાળાએ એમની “ફુલછાબ“ની કોલમમાં ભાઇ સ્નેહીની એક જેસલ તોરલના સંદર્ભ વાળી ગઝલ વિશે લખ્યું છે એ રચના આપ સૌ માટે હું લખીને લાવ્યો છું, ખુબ સરસ રચના છે.. સાંવાદ ગઝલ
તોરલ: વીંધાયેલી હથેળીની કહાણી સાથે લઇએ તો ?
જેસલ: પીડા સાથે સહી છે ને, પ્રસાદી સાથે લઇએ તો ?
હવે નોખા પડયા તો ભવના ભેળા થાવું કપરૂ છે,
સફરમાં સાથે રહેવું છે, કટારી સાથે લઇએ તો?
હું પાપી છું, તમે પાવક, ખરો સંજોગ જામ્યો છે,
ભલે નોખા જીવ્યા કિન્યુ સમાધિ સાથે લઇએ તો ?
મને “સનાતન“ એ ચાર અક્ષર વિશે બે-ત્રણ લોકોએ એનું ભાષ્ય લખી મોકલ્યું છે. બાપુએ પાટી-પેન મંગાવીને એમાં “સનાતન“ લખીને એના એક-એક અક્ષરમાં રહેલા સનાતનના ચાર લક્ષણો વિસ્તારથી સમજાવ્યા હતાં. “સ“ એટલે સમતા, “ના“ એટલે નામ સ્મરણ, “ત“ એટલે તપ, અને “ન“ એટલે નમ્રતા, સનાતન-સનાતની એટલે કે જે સમતાપુર્વક નિરંતર નામસ્મરણ અને તપ કરે આ બું નમ્રતા નમ્રપણાના ભાવથી કરે તો એ સનાતન છે.
બાપુએ યુવાનોને ભારપૂર્વક-સહૃદયતાથી અપિલ કરે કે પ્રકૃતિના પાંચયતત્વોની પાઠશાળા હોવી જોઇએ.
આ બે પુંઠા વચ્ચેનો અભ્યાસક્રમ નથી પણ પ્રકૃતિના તત્વોની નિશાળ છે. બહાર પ્રકૃતિ છે તેની પાઠશાળામાં ભણો… આકાશ-એ આનંદની પાઠશાળા છે, પૃથ્વી મોટી પાઠશાળા છે, પૃથ્વીનું જતન કરો, ખનન ન કરો, પૃત્થ્વીનું શોષણ ન કરો, વૃક્ષો ન કપાય, ખોટા રસાયણો અને દવાઓથી પૃથ્વીને બચાવો. વાયુ એ વ્યાયામ શાળા છે અને અગ્ની યજ્ઞશાળા છે તો જલ-પાણી આપણી પ્રાણશાળા છે. જળ એ જીવન છે.
કથા સમાપન સમયે “આપકી અદાલત“ના સુત્રધાર રજત શર્મા તથા ધીરેન્દ્ર શાસ્ત્રી (બાગેશ્વરધામ) વિશેષ ઉપસ્થિત રહયાં હતાં અને બંને મહાનુભાવોએ પોતાની પ્રસન્નતા વ્યકત કરી હતી. ગુજરાતના સાંસદ પુરૂષોતમ રૂપાલાએ પણ પોતાનો ભાવ વ્યકત કર્યો હતો અને કથાશ્રવણનો લાભ લીધો હતો. આ ક્ષણે રામકથાના સંયોજક લોકેશમુનિજીએ જાહેરમાં પ્રતિજ્ઞા કરી હતી કે, આજથી હું લોકોશમુનિ સનાતની તરીકે ઓળખાઇશ. હું મારા નામની પાછળ “સનાતની“ તરીકે ઓળખાઇશ. હવેથી હું “લોકેશમુનિ સનાતની“ છું.
કથામૃત
(૧) રાવણના દસ પ્રકારના પ્રભાવ, રામના દસ પ્રકારના સ્વભાવથી વિજયી થયા છે અને પ્રકાશિત કરે છે.
(ર) “બોલે સો નિહાલ“ એવું નાનકદેવ કહે છે પણ અત્યારે તો “બોલો સો નિહાલ“એવી સ્થિતી છે !!
(3) ચાહે ગમ્મે તેવું ઇષ્ટ-અનિષ્ટ થાય તોય જેની મુખાકૃતિ ન બદલાય તે તપ છે.
(૪) વિચાર અને આચારની વચ્ચે સંસ્કાર હોય છે: લોકેશમુનિ સનાતની
(પ) તુજે સોચે તો સોને કહાં હૈ ! હમ ઇતને બે અદબ હોતે કહા હૈ.
મજો-મોબાઇલ-૯૪ર૬ર૪ર૧૧પ-૮૧૪૦ર૧3૧3૦ (મનોજ જોશી-મજો)


