- આપઘાત કર્યાના છઠ્ઠા દિવસે પોલીસ પહોંચી
- ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા ડોકટરની આત્મહત્યા
- કુટુંબીજનો સાથે ચર્ચા કરી પરિવાર નિવેદન નોંધાવશે
અમદાવાદમાં ડૉ. વૈશાલી જોશીના આત્મહત્યા કેસમાં પોલીસે તપાસની ગતિ વધારી છે. જેમાં ઘટનાના 6 દિવસ બાદ અમદાવાદ પોલીસે વૈશાલી જોશીના વતન ડેભારી ખાતે પહોંચી હતી. ડેભારીમાં પોલીસે વૈશાલી જોશીના પરિવારજનોના નિવેદન લીધા હતા. તેમજ વૈશાલી પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટ પરિવારજનોને વંચાવી હતી.
આ મામલે પોલીસ દ્વારા વૈશાલીનો પરિવાર સાસાજિક આગેવાનો અને પરિવારજનો સાથે ચર્ચા કરીને PI ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે. જ્યારે વૈશાલીના આપઘાત બાદ એક સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં PI ખાચરના નામનો ઉલ્લેખ હતો. આ ઘટના બન્યા બાદ PI ખાચર પણ ફરાર છે. જેથી મૃતકના પરિવારજનો PI ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે.
નોંધનીય છેકે, તબીબના આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ કરી છે. પોલીસે અત્યાર સુઘી 8 લોકોના નિવેદન લીધા હતા. જેમાં મહિલા ડોક્ટરના રૂમમેટ અને સહકર્મીઓની પણ પૂછપરછ કરાઈ હતી. PI ખાચર અને મહિલા તબિબનો ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયો હતો. તેમજ છેલ્લા 5 વર્ષથી તેઓ પ્રેમ સબંધ હતો. ખાચરએ 6 માસ પહેલા સંબધ તોડી નાખતા મહિલા તેમનો સંપર્ક કરી રહી હતી.
શું છે સમગ્ર ઘટના
અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ પરિસરમાં ડૉક્ટર વૈશાલી જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતકના પર્સમાંથી 15 પેજની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ બી.કે.ખાચર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ પીઆઈ ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતા. ત્યારે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ તેમજ મૃતક વચ્ચે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. વૈશાલીબેનની મુલાકાત અને આપઘાત બાબતને લઈ પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે.


