- એવોર્ડની આ 25મી સિઝન છે
- ઘણા સ્ટાર ખેલાડીઓ તથા ટીમોને સન્માનિત કરવામાં આવશે
- આ વર્ષે એવોર્ડની રેસમાં સ્પેનની વિમેન્સ ફૂટબોલ ટીમ પણ સામેલ છે
રમતજગતમાં ગયા વર્ષે યાદગાર પ્રદર્શનોને સન્માનિત કરવા માટે લોરિયલ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ કાર્યક્રમનું 22મી એપ્રિલે સ્પેનના મેડ્રિડ ખાતે આયોજન કરવામાં આવશે. એવોર્ડની આ 25મી સિઝન છે. આ સમારંભમાં રમતની દુનિયાના ભૂતકાળ તથા વર્તમાન સમયના ઘણા સ્ટાર ખેલાડીઓ તથા ટીમોને સન્માનિત કરવામાં આવશે. એવોર્ડ સેરેમની મેડ્રિડની સૌથી પ્રતિષ્ઠિત ઇમારતોમાંની એક પલાસિયા ડી સિબેલ્સ ખાતે યોજાશે. આ વર્ષે એવોર્ડની રેસમાં સ્પેનની વિમેન્સ ફૂટબોલ ટીમ પણ સામેલ છે જેણે ઓસ્ટ્રેલિયામાં ફિફા વિમેન્સ વર્લ્ડ કપ જીત્યો હતો. 2023ની સિઝન સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ માટે પણ શાનદાર રહ્યું હતું. તેણે ગયા વર્ષે ત્રણ ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા. મેડ્રિડ પ્રથમ વખત લોરિયસ એવોર્ડ સેરેમનીની યજમાની કરશે. સ્પેનમાં ઓવરઓલ પાંચમી વખત એવોર્ડ સેરેમનીનો કાર્યક્રમ થશે.આ પહેલાં બાર્સેલોનામાં 2006 અને 2007માં, સેવિલેમાં 2021 તથા 2022માં કાર્યક્રમ યોજાયો હતો. લોરિયસ એવોર્ડના વિજેતાઓની પસંદગી રમતની જ્યૂરી દ્વારા કરવામાં આવે છે.


