By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor
Last updated: 2026/03/19 at 3:39 PM
10 hours ago
Share
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
SHARE

ઓનલાઈન ટાસ્ક-રેટિંગના નામે સાયબર ગઠિયાઓનો મોટો ફંદો

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

વોટ્સએપથી શરૂઆત, ટેલિગ્રામમાં ફસાયો, નફો આપીને વિશ્વાસ જીત્યા બાદ ‘ફી’ના બહાને લાખો પડાવ્યા

અગ્ર ગુજરાત, રાજકોટ

મેટોડા જીઆઈડીસી નજીક રહેતા એક યુવાનને પાર્ટ ટાઈમ કમાણીની લાલચ આપી સાયબર ગઠિયાઓએ ચોંકાવનારી રીતે ₹41.14 લાખની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. શરૂઆતમાં નાનાં ટાસ્ક પૂર્ણ કરાવી અને વળતર ચૂકવી વિશ્વાસ જીતનાર ઠગોએ પછી મોટી રકમ રોકાણ કરાવી અને નાણાં ઉપાડવા જતાં અલગ અલગ ફીના નામે લાખો રૂપિયા પડાવી લીધા હતા. આખરે સતત પૈસાની માંગણી થતાં યુવાનને છેતરાયો હોવાનો અહેસાસ થયો અને તેણે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, પીડિત અમિત માલીરામ શર્મા (ઉ.વ. 37), જે મેટોડા જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરે છે, તેને વોટ્સએપ પર પાર્ટ ટાઈમ જોબ ઓફરનો મેસેજ મળ્યો હતો. વધારાની આવકની આશામાં તેણે મેસેજ પર પ્રતિસાદ આપ્યો હતો. ત્યારબાદ ‘આયુષમતી’ નામની વ્યક્તિએ પોતાને એક જાણીતી કંપનીની એજન્ટ તરીકે ઓળખ આપી અને ઓનલાઈન પ્રોડક્ટ્સને રેટિંગ આપવાનું સરળ કામ આપવાનું જણાવ્યું હતું.
શરૂઆતમાં કામ ખૂબ સહેલું અને આકર્ષક લાગતું હતું. વોટ્સએપ પર વાતચીત બાદ યુવાનને ટેલિગ્રામ પર શિફ્ટ કરાયો, જ્યાં ‘મીરામોહન01’ નામના એકાઉન્ટ સાથે સંપર્ક કરવા જણાવાયું. ત્યારબાદ તેને એક વેબસાઈટ લિંક મોકલી એકાઉન્ટ બનાવવા કહ્યું. ગઠિયાઓએ વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં યુવાનના એકાઉન્ટમાં રૂ. 10 હજારની ક્રેડિટ આપી અને કેટલાક ટાસ્ક પૂર્ણ કરવા કહ્યું.
યુવાને 21 રેટિંગ ટાસ્ક પૂર્ણ કરતાં તેને રૂ. 1222 જેટલું વળતર મળ્યું, જે તેણે સફળતાપૂર્વક ઉપાડી લીધું હતું. આથી તેને કંપની પ્રામાણિક હોવાનું લાગ્યું. ત્યારબાદ તેને ફરી રૂ. 10 હજારનું રિચાર્જ કરવા કહેવામાં આવ્યું. તેણે રકમ જમા કરાવતા તેને રૂ. 15680 અને ત્યારબાદ ફરી રૂ. 19575 જેટલું વળતર મળ્યું, જે તેણે ફરી ઉપાડી લીધું હતું. આ ત્રણેય ટ્રાન્ઝેક્શન સફળ રહેતાં યુવાનનો વિશ્વાસ સંપૂર્ણ રીતે કેળવાઈ ગયો હતો. આ પછી ગઠિયાઓએ સ્પેશિયલ ટાસ્ક અને હાઈ પ્રોફિટ ઓફર ના નામે વધુ રોકાણ કરવા પ્રેરિત કર્યો. યુવાને વધુ નફાની આશામાં કટકે કટકે મોટી રકમ જમા કરાવવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે તેણે મોટી રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ગઠિયાઓએ અલગ અલગ કારણો આપીને વધુ પૈસા માગ્યા. ક્યારેક ટેક્સ, ક્યારેક પ્રોસેસિંગ ફી, તો ક્યારેક એકાઉન્ટ અનલોક ચાર્જના નામે સતત નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 24 ઓક્ટોબરથી 30 નવેમ્બર વચ્ચે કુલ 46 જેટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે યુવાન પાસેથી ₹41,14,184 જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. છતાં પણ નાણાં ઉપાડવાની પરવાનગી આપવામાં આવી નહોતી અને વધુ રકમની માંગણી ચાલુ જ રાખવામાં આવી હતી.
આખરે સતત દબાણ અને શંકાસ્પદ વર્તનને કારણે યુવાનને છેતરપિંડીનો ભાન થયું અને તેણે તરત જ રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસએ ફરિયાદના આધારે અજાણ્યા સાયબર ઠગો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રકારના સાયબર ફ્રોડમાં ગઠિયાઓ પહેલા નાના ટાસ્ક આપી અને થોડું વળતર આપીને વિશ્વાસ જીતે છે. ત્યારબાદ તેઓ મોટી રકમ રોકાણ કરાવી ‘હાઈ રિટર્ન’નું લાલચ આપે છે અને અંતે નાણાં ઉપાડવા માટે અલગ અલગ ફીના બહાને વધુ પૈસા પડાવે છે. સાયબર ક્રાઇમ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા અથવા મેસેજિંગ એપ્સ પર મળતી પાર્ટ ટાઈમ કમાણીની ઓફર સામે સાવચેત રહેવું જોઈએ. કોઈપણ અજાણી વેબસાઈટ અથવા એપ પર એકાઉન્ટ બનાવી નાણાં રોકતા પહેલાં તેની સાચાઈ ચકાસવી જરૂરી છે. આ કેસમાં પોલીસે બેંક એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેકિંગના આધારે ગઠિયાઓને ઝડપવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઝડપી કમાણી ના લોભમાં લોકો સહેલાઈથી સાયબર ગઠિયાઓના જાળમાં ફસાઈ જાય છે. ખાસ કરીને ઓનલાઈન ટાસ્ક અને રેટિંગના નામે ચાલી રહેલા ફ્રોડથી સતર્ક રહેવું હવે સમયની માંગ બની ગઈ છે.

 

You Might Also Like

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી

ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમીન માર્ગ પર જ્વેલર્સ સંચાલક સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી
રાજકોટ

અમીન માર્ગ પર જ્વેલર્સ સંચાલક સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી

Editor By Editor 5 days ago
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
રૈયાધારમાં બનાવટી ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?