- હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ફિલિપાઈન્સ સરકારને કરાઇ ઓફર
- HALનો ફિલિપાઈન્સને LCA તેજસ MK 1 નૌસૈનિક વર્ઝન આપવાનો પ્રસ્તાવ
- ફિલિપાઈન્સ મીડિયામાં પણ થઈ રહી છે તેજસ ફાઇટર જેટ્સને લઈને ધૂમ ચર્ચા
ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે રક્ષા ક્ષેત્રમાં સતત ભાગીદારી વધી રહી છે. ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલની ખરીદી બાદ ફિલિપાઇન્સ સરકાર હવે તેજસ ફાઇટર જેટ ખરીદવામાં રસ દાખવી રહી છે. દેશની સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ ફિલિપાઈન્સને LCA તેજસ MK 1 નૌસૈનિક વર્ઝનની ઓફર કરી છે.
HALએ ફિલિપાઈન્સ સરકારને આપી ઓફર
એટલું જ નહિ HAL દ્વારા ફિલિપાઈન્સ સરકાર સમક્ષ પોતાના જ દેશમાં જેટ બનાવવા માટેની પણ ઓફર કરી છે. ફિલિપાઈન્સ દ્વારા જૉ આ પ્રસ્તાવ સ્વીકાર કરી લેવામાં આવે છે તો ભારત માટે રક્ષા ક્ષેત્રમાં આ સૌથી મોટી સિદ્ધિ ગણવામાં આવશે.
HAL તેજસ MK 1A બનાવવામાં વ્યસ્ત
હાલ, HAL ભારતીય વાયુસેનાને તેજસ MK-1A ઉપલબ્ધ કરાવવામાં વ્યસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફાઇટર વિમાન બ્રહ્મોસ જેવી સ્વદેશી મિસાઈલોથી સજ્જ હશે.
ફિલિપાઈન્સ મીડિયામાં પણ તેજસ ચર્ચાનો વિષે
ફિલિપાઈન્સ મીડિયા રિપોર્ટ્સ પર નજર કરીએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ત્યાંનાં ફિલિપીન એરોસ્પેસ ડેવલપમેન્ટ કોર્પમાં તેજસ MK-1ને એસેમ્બલ કરવાની ઓફર આપી છે.
ફિલિપાઈન્સને સોફ્ટ લોનનો મળ્યો પ્રસ્તાવ
એટલું જ નહિ ભારતે ફિલિપાઈન્સને શસ્ત્ર બળોના આધુનિકીકરણમાં પણ સહયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતે આ કામમાં ફિલિપાઈન્સની સહાયતા માટે સોફ્ટ લોન આપવાની વાત પણ કરી છે.
ચીનના વધતા પ્રભુત્વથી દક્ષિણપૂર્વ એશિયન દેશો પરેશાન
જણાવી દઈએ કે, હાલના સમયમાં ચીનના વધતા પ્રભુત્વને જોતા દક્ષિણ પૂર્વ એશિયન દેશોની ચિંતા વધી ગઈ છે. આ જ કારણ છે કે આ દેશો ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રે મહત્વના કરારો કરી રહ્યા છે.
રશિયન હથિયારોની સારસંભાળ અને મેન્ટેનન્સનું કામ જુએ છે ભારત
ભારત દક્ષિણ પૂર્વ એશિયન દેશોમાં રશિયન હથિયારો અને તેમની દેખરેખ અને મેન્ટેનન્સની સેવાઓ પણ આપે છે. તેના માટે HALએ 2022માં મલેશિયા ખાતે કુઆલાલંપુરમાં પોતાની એક ઓફિસ બનાવી છે.


