- પેશાબ કરતી સમયે વધે છે મુશ્કેલીઓ
- રાતના સમયે વારે ઘડી પેશાબ કરવા જવાની તકલીફ
- પેશાબમાં લોહી આવવું કે કમરની નીચે દર્દ વધવું
કેન્સરનું નામ સાંભળતા જ મનમાં ચિંતા થવા લાગે છે પણ શું તમે જાણો છો કે પુરુષોમાં સૌથી વધારે થતું કેન્સર કયું છે. આ પ્રોસ્ટેટ કેન્સર છે. પ્રોસ્ટેટ કેન્સર જે પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિમાં થાય છે. આંકડા કહે છે કે ડબલ્યૂએચઓ અને વિભિન્ન કેન્સર રિસર્ચ એજન્સી અનુસાર પ્રોસ્ટેટ કેન્સર દુનિયાના પુરુષોમાં સૌથી વધારે થતું કેન્સર છે. દર વર્ષે લાખો પુરુષો આ કેન્સરને પોતાનો શિકાર બનાવે છે. આ સંખ્યા રોજબરોજ વધતી રહે છે.
પેશાબ કરતી સમયે વધવી મુશ્કેલી
જો તમને પેશાબ કરતી સમયે પરેશાની થઈ રહી છે જેનાથી પેશાબ કરતી સમયે જોર લગાવવું પડે છે અથવા ઓછો પેશાબ આવે છે. રાતમાં વારે ઘડી ઉઠીના બાથરૂમ જવું પડે તો આ વાતે ધ્યાન આપવાની જરૂર રહે છે.
પેશાબમાં લોહી આવવું
ક્યારેક ક્યારેક પેશાબ કરતી સમયે પેશાબ અચાનક બંધ થાય કે અટકી અટકીને આવે તો ચેતી જવાની જરૂર છે. આ સિવાય પેશાબમાં લોહી આવવું કે પછી કમરની નીચેના ભાગમાં જાંઘની વચ્ચે દર્દ થવાની સમસ્યા વધે છે. વજન ઘટે છે અને હંમેશા થાક પણ અનુભવાય છે.
ડોક્ટરનો સંપર્ક જરૂરી
જો તમને પેશાબ સંબંધિત કોઈ પણ મુશ્કેલી જણાઈ રહી છે તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવાની જરૂર છે.
કેવી રીતે કરાવશો તપાસ
પ્રોસ્ટેટ કેન્સરની તપાસ 2 રીતે કરવામાં આવે છે. પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન ટેસ્ટ (PSA) અને ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન (DRE). PSA ટેસ્ટમાં લોહીમાં PSAના પ્રમાણને માપવામાં આવે છે જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બનાવાય છે.