આજના સમયમાં તણાવ અને એન્ઝાયટી સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણા લોકો ઓછી ઉંમરથી જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 74% લોકો તણાવ અને 84% લોકો એન્ઝાયટીનો ભોગ બનેલા છે. આથી માત્ર માનસિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ઊંઘ, મૂડ અને આખી લાઈફસ્ટાઈલ પર પણ ખરાબ અસર થાય છે. જો તમે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવ, તો આ લેખ તમારગાં માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.ઘરમાં રહેલી વસ્તુથી જ તમે તણાવ અને એન્ઝાયટી ઓછું કરીને તરત જ મનને શાંતિ આપી શકે છે.
કયા છે આ પત્તા?
આયુર્વેદમાં તુલસીને ‘ક્વીન ઓફ હર્બ્સ’ કહેવાય છે કારણ કે એ એક એડપ્ટોજેનટ છે. એનો અર્થ એ છે કે તે શરીરમાં કોર્ટેસોલ અને સ્ટ્રેસ હોર્મોનને સંતુલિત કરે છે. જેના કારણે તરત જ રાહત મળે છે. નેપાળ અને ઓસ્ટ્રેલિયાના એક રીસર્ચ મુજબ તુલસીનું નિયમિત સેવન એન્ઝાયટી ઘટાડવામાં અને ઊંઘ સુધારવામાં મદદરૂપ છે.
કેવી રીતે કરવો તુલસીનો ઉપયોગ?
1. તુલસીની ચા
એક કપ પાણીમાં 5-7 તુલસીના પત્તા, થોડુંક આદું અને તજ પાવડર ઉમેરી 5 મિનિટ સુધી ઉકાળો. આ તુલસીની ચા મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે.
2. તુલસીનો કાઢો
2 કપ પાણીમાં 10-12 તુલસીના પત્તા, આદું, કાળી મરી અને તજના પાવડર ઉમેરીને 10 મિનિટ સુધી ઉકાળો. પછી ગાળી ને પી જવો. થોડું તીખું હોય છે પણ અસરકારક છે.
3. તુલસીના પત્તા ચાવો
સવારમાં ખાલી પેટે 4-5 તુલસીના પત્તા ચાવી શકો છો. જો કે, દરરોજ આવુ ન કરો સમયાંતરે કરો. કારણ કે એ દાંતને નુકસાન પહોંચાડી શકે છે.