- પાલિકાની વેરા વસૂલાતની ઝુંબેશના પગલે બાકીદારોમાં ફફડાટ
- ઘણા સમયથી વેરો ન ભરતી સોસાયટીનું પાણી જોડાણ કાપ્યું
- વેરો ભરવાની બાંયધરી આપતા સીલ માર્યા ન હતા
ડીસા નગરપાલિકા દ્વારા મિલ્કત વેરા વસુલાત તેમજ પાણી વેરા વસુલાત માટે રીઠા બાકીદારો સામે લાલઆંખ કરવામાં આવી છે.પ્રથમ દિવસે પાલિકાની ટીમ દ્રારા સોસાયટીનું પાણી કનેકશન કાપી દીધું હતું.
ડીસા નગરપાલિકા દ્વારા વેરા ભરવા માટે મિલ્કત ધારકોને વારંવાર જાણ કરવામાં આવે છે. છતાં છેલ્લા ઘણા સમયથી બાકીદારો વેરા ન ભરતા પાલિકાને રૂ.10 કરોડ જેટલો વસુલવાનો બાકી નીકળતા પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલના આદેશથી પાલિકાની ટીમ મિલ્કત સીલ કરવા અને પાણી કનેકશન કાપવા નીકળી હતી. જેમાં શુક્રવારે પ્રથમ દિવસે પુષ્પમ ફ્લેટ કો હાઉસિંગ સોસાયટીમાં રહેતા 34 પરિવારોના રૂ.85 હજાર જેટલા બાકી નીકળતા હોઈ પાણી કનેકશન કાપી દેવાયું હતું. તો કેટલીક દુકાનો સીલ મારવા પાલિકાની ટીમ પહોંચી હતી. ત્યારે વેરો ભરવાની બાંયધરી આપતા સીલ માર્યા ન હતા. પરંતુ પાલિકા દ્વારા અંદાજિત રૂ.10 કરોડ જેટલા મિલ્કત વેરા બાકી હોવાથી વેરા વસુલાતની ખાસ ઝૂંબેશ હાથ ધરી છે. જોકે હજુ વેરા વસુલાત માટે મિલ્કત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. તો કેટલાક મિલ્કત ધારકો વેરો ભરવાની બાંયધરી આપી રહ્યા છે. જોકે પાલિકાના કડક વલણથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો.


